AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Video: અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીના સંચાલકોની વધી મુશ્કેલી, કોર્ટે ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવી

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીના સંચાલકોની મુશ્કેલી વધી છે. ધરપકડથી બચવા બ્રિજ બનાવનાર કંપનીના સંચાલક રમેશ પટેલ સહિત કંપનીના ત્રણ ડિરેક્ટર રસિક પટેલ, ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલે કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી જે કોર્ટે ફગાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 6:50 PM
Share

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીના સંચાલકોએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જેના પર કોર્ટે સુનાવણી કરતા ચારેય આરોપીની જામીન અરજી ફગાવી છે. આ કેસમાં તમામ અધિકારીઓએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો બ્રિજ વહેલા બંધ ન કર્યો હોત તો મોરબી પુલ જેવી દુર્ઘટના સર્જાઈ હોત. કેસની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીઓને જામીન ન આપવા જોઈએ. તપાસ અધિકારીઓએ આરોપીઓ સામે કલમ 409 ઉમેરવા પણ રજૂઆત કરી હતી.

મહત્વનું છે કે AMCએ કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાવેલી છે. જેમાંથી ચાર આરોપીઓએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. આરોપીઓ પર આરોપ છે કે બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપરવામાં આવ્યુ હતુ. અને બાંધકામમાં નીતિ-નિયમોનું પાલન નહોતુ થયુ.

આરોપીઓને જામીન ન આપવા કોર્ટમાં સરકારની રજૂઆત

આરોપીઓને જામીન ન આપવા સરકાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. કામ કરનાર સંસ્થાએ સિમેન્ટ અને મટીરિયલ ખરાબ ક્વોલિટીનુ વાપર્યુ હોવાની સરકારની દલીલ છે. ખરાબ કામ સામે સારી ક્વોલિટીના બિલો રજૂ કરવામાં આવ્યા હોવાની પણ સરકારની રજૂઆત હતી. ટેન્ડરમાં જે નિયમો હતો તે મુજબ કામ થયુ ન થયુ હોવાનુ સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ છે. આરોપીઓની જામીન અરજી પર આગામી 28 એપ્રિલે સેશન્સ કોર્ટ ચુકાદો આપશે.

આ પણ વાંચો: Breaking News: Ahmedabad: ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, 39 કરોડની કરાઈ ઠગાઈ

ટેન્ડરના નિયમ મુજબ કામ ન થયુ હોવાની સરકારની રજૂઆત

આ સમગ્ર વિવાદમાં કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમા અજ્ય એન્જિનિયરીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના માલિક આરોપી રમેશ પટેલ સહિત અન્ય ડિરેક્ટર્સ રસિક પટેલ, ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. કેસની વિગત મુજબ AMCએ આ બ્રિજના નિર્માણ અંગે વર્ષ 2014માં ટેન્ડર બહાર પાડ્યુ હતુ.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">