Ahmedabad : વિવાદિત હાટકેશ્વર બ્રિજના મુદ્દે 4 આરોપીના આગોતરા જામીનની અરજીના ચુકાદા પર આજે સૌની નજર
કેસમાં તપાસ અધિકારીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો બ્રિજ વહેલા બંધ ન કર્યો હોત તો મોરબી પુલ જેવી દુર્ઘટના સર્જાઈ હોત. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને જામીન ન આપવા જોઈએ. આરોપીઓ સામે કલમ 409 ઉમેરવા પણ તપાસ અધિકારીએ રજૂઆત કરી છે.

અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ખૂબ ગાજી રહ્યો છે. આ બ્રિજના બાંધકામમાં નબળી ગણવત્તાનો માલસામાન વપરાયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. હાટકેશ્વર બ્રિજમાં સિમેન્ટથી માંડીને તમામ મટિરિયલ નબળી ગુણવત્તાનું વાપર્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે ધરપકડથી બચવા 4 આરોપીઓએ આગોતરા જામીનની અરજી કરી છે. આજે આ અરજી ઉપર મહત્વનો ચુકાદો આવશે.
સેશન્સ કોર્ટમાં પૂર્ણ થઈ ચૂકી છે બંને પક્ષોની દલીલ
નોંધનીય છે કે આ ગંભીર ગુનો હોવાથી સરકારે આરોપીઓની અરજીનો વિરોધ કર્યો હતો. તેમજ IPCની વધુ એક કલમ ઉમેરવાનો રિપોર્ટ આપ્યો હતો.
કેસમાં તપાસ અધિકારીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો બ્રિજ વહેલા બંધ ન કર્યો હોત તો મોરબી પુલ જેવી દુર્ઘટના સર્જાઈ હોત. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને જામીન ન આપવા જોઈએ. આરોપીઓ સામે કલમ 409 ઉમેરવા પણ તપાસ અધિકારીએ રજૂઆત કરી છે.
મહત્વનું છે કે AMCએ કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાવેલી છે.. જેમાંથી ચાર આરોપીઓએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે. આરોપીઓ ઉપર આરોપ છે કે બ્રિજ બનાવવામાં ખરાબ ગુણવત્તાનો સિમેન્ટ વાપરવામાં આવ્યો હતો અને બાંધકામમાં નીતિ-નિયમોનું પાલન નહોતું થયું.
બ્રિજને તોડી પાડવામાં આવશે
અમદાવાદના વિવાદિત હાટકેશ્વર-ખોખરા બ્રિજ બન્યાના માત્ર સાત વર્ષમાં જ તોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નબળી ગુણવત્તાના બાંધકામને કારણે છેલ્લા આઠ મહિનાથી બ્રિજ બંધ કરાયો હતો. નિષ્ણાતોની પેનલે રજૂ કરેલ રિપોર્ટમાં બ્રિજનું બાંધકામ હલકી ગુણવત્તાથી કરવામાં આવ્યું હોવાનું અને તોડી પાડવો જ જોઈએ એવી બાબતો સામે આવતા ગુજરાતના ઈતિહાસમાં કોઈ બ્રિજને નબળી ગુણવત્તાના કારણે તોડી પાડવામાં આવશે. કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…