AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Ahmedabad: ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, 39 કરોડની કરાઈ ઠગાઈ

બ્રિજ બન્યા બાદ સૌ પ્રથમ વખત માર્ચ 2021માં તેમાં ગાબડું પડ્યુ હતુ. અત્યાર સુધીમાં કુલ 5 વખત ગાબડાં પડ્યા છે. જો કે ઓગસ્ટ 2022માં સલામતીને ધ્યાને રાખી બ્રિજ બંધ કરાયો હતો.

Breaking News: Ahmedabad: ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, 39 કરોડની કરાઈ ઠગાઈ
Hatkeswar Bridge
Narendra Rathod
| Edited By: | Updated on: Apr 15, 2023 | 10:25 PM
Share

અમદાવાદમાં ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ બનાવનાર એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. AMCના અધિકારી જીગ્નેશ શાહે ખોખરા પોલીસ મથકમાં બ્રિજ બનાવનાર એજન્સી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. એએમસીના અધિકારીએ એજન્સી અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસએસજીએસ કંપની વિરુદ્ધ 39 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ખોખરા-હાટકેશ્વર બ્રિજ પૈસા મેળવી યોગ્ય કાર્યરત ન કરવાને લઈને આ ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદના વિવાદિત હાટકેશ્વર-ખોખરા બ્રિજ બન્યાના માત્ર સાત વર્ષમાં જ તોડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નબળી ગુણવત્તાના બાંધકામને કારણે છેલ્લા આઠ મહિનાથી બ્રિજ બંધ કરાયો હતો. નિષ્ણાતોની પેનલે રજૂ કરેલ રિપોર્ટમાં બ્રિજનું બાંધકામ હલકી ગુણવત્તાથી કરવામાં આવ્યું હોવાનું અને તોડી પાડવો જ જોઈએ એવી બાબતો સામે આવતા ગુજરાતના ઈતિહાસમાં કોઈ બ્રિજને નબળી ગુણવત્તાના કારણે તોડી પાડવામાં આવશે. કોન્ટ્રાકટર અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ કરાશે.

અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ થેન્નારસને પ્રેસ કોન્ફરન્સ યોજી હાટકેશ્વર-ખોખરા બ્રિજને તોડી પડવાની જાહેરાત કરી છે. છેલ્લા 8 મહિનાથી બંધ પડેલ બ્રિજ માટે તજજ્ઞોનો રિપોર્ટ 13 એપ્રિલે સબમિટ કરવામાં આવ્યો હતો. જે અંગે મુખ્યમંત્રી કાર્યાલયે ચર્ચા બાદ મ્યુનિસિપલ કમિશનરે બ્રિજના ઉપરનું કન્સ્ટ્રકશન તોડી પડવાની જાહેરાત કરી છે. તજજ્ઞોની ટીમે આપેલ રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ‘કોન્ક્રીટ ગુણવત્તા નબળી છે. કોન્ક્રીટની નબળી ગુણવત્તા આ નિષ્ફળતા નું મુખ્ય કારણ છે.

કોન્ક્રીટના રિપોર્ટ મુજબ કોન્ક્રીટની ઓછી મજબૂતાઈ જણાયેલ છે તેમજ અત્યંત છિદ્રાળુ કોન્ક્રીટ હોવાનું માલુમ પડેલ છે. જે સ્ટ્રક્ચરને ઝડપથી કાર્બોનેશન પેનિટેશન તરફ લઈ જાય છે તેમજ તેના ટકાઉપણા સાથે સમાધાન તથા આયુષ્ય ઓછું થાય છે. જે અન્વયે તેઓ દ્વારા બ્રિજના સુપર સ્ટ્રક્ચરના ઓબ્લીગેટરી સ્પાન તોડવા તથા બ્રિજના અન્ય 6 સ્પાનને તોડી નાખવા પર પ્રાધાન્ય આપવા જણાવ્યુ છે’

બ્રિજ કામના કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને સુપરવિઝન માટે નિમણૂક કરેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એસજીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી તેમજ કંપનીને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કરાયો હોવાનું મનપા કમિશનરે જણાવ્યું. આ સિવાય બ્રિજના કામ સાથે સંકળાયેલા અમદાવાદ મનપાના અધિકારીઓ પણ જવાબદાર હોવાથી તેમને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સસ્પેન્ડ કરાયેલ અધિકારીઓ

  1. સતીશકુમાર વી પટેલ, ટેકનિકલ સુપરવાઇઝર, હાલ આસિસ્ટન્ટ ઈજનેર
  2. અતુલકુમાર એસ પટેલ, આસિસ્ટન્ટ ઇજનેર
  3. આશિષ આર પટેલ, આસિસ્ટન્ટ સીટી ઇજનેર
  4. મનોજ જે સોલંકી આસિસ્ટન્ટ સીટીઝનેર હાલ ડેપ્યુટી સીટી ઈજનેર

નિવૃત અધિકારીઓ સામે ખાતાકીય તપાસ

બ્રિજ બનાવવાની કામગીરી સોંપાયાથી લઈ બ્રિજ ખુલ્લો મુકાયો ત્યાં સુધી જે અધિકારીઓ હતા અને હાલ નિવૃત્ત થયા છે તેવા પણ ચાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ મનપા કમિશનર દ્વારા આપવામાં આવ્યા છે જેમાં

  1. પી ડી પટેલ, નિવૃત્ત ડેપ્યુટી સીટી ઇજનેર
  2. પરેશભાઈ શાહ, ડેપ્યુટી સીટી ઇજનેર (નિવૃત્ત- એડિશનલ સીટી ઇજનેર)
  3. પરેશ એ પટેલ, ડેપ્યુટી સીટી ઇજનેર (નિવૃત્ત-એડિશનલ સિટી ઇજનેર)
  4. હિતેશ કોન્ટ્રાક્ટર, હાલ કરાર આધારિત ઇન્ચાર્જ સીટી ઇજનેર (નિવૃત્ત- ઇન્ચાર્જ સીટી ઇજનેર એડિશનલ સિટી ઇજનેર)

નવો બ્રિજ બનાવવાનો ખર્ચ અજય ઇન્ફ્રા પાસેથી વસુલાશે

બ્રિજ તોડી પાડવાની જાહેરાત કરવાની સાથે જ મનપા કમિશનરે એ પણ જાહેરાત કરી કે આગામી સમયમાં નવો બ્રિજ ત્યાં તૈયાર કરાશે. બ્રિજને તોડવાનો અને નવો બાંધવાનો ખર્ચ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી જ વસૂલ કરાશે. આ સિવાય ખોખરા પોલીસ સ્ટેશનમાં એમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવશે.

વર્ષ 2015માં હાટકેશ્વર બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ હતું

હાટકેશ્વર બ્રિજનું કામ વર્ષ 2015માં શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. 30 નવેમ્બર, 2017ના રોજ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 50 વર્ષ સુધી બ્રિજનું સ્ટ્રક્ચર ટકી રહે તેવી રીતે નિર્માણનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે બ્રિજ બન્યા બાદ સૌ પ્રથમ વખત માર્ચ 2021માં તેમાં ગાબડું પડ્યુ હતુ. અત્યાર સુધીમાં કુલ 5 વખત ગાબડાં પડ્યા છે. જો કે ઓગસ્ટ 2022માં સલામતીને ધ્યાને રાખી બ્રિજ બંધ કરાયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">