Rain News: છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ ડોલવણમાં 6.46 ઈંચ વરસાદ નોંધાયો,જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 198 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તાપીના ડોલવણમાં સૌથી વધુ 6.46 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 198 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તાપીના ડોલવણમાં સૌથી વધુ 6.46 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલીમાં 5.31 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ વાલોદમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સોનગઢ અને ધનસુરામાં 4.37 ઈંચ વરસાદ પડ્યો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 198 તાલુકામાં વરસાદ ખાબક્યો
ઉલ્લેખનીય છે કે નવસારીના ગણદેવી તાલુકામાં 4.21 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ખેરગામમાં 4.09 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 98 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ 50 તાલુકામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત 23 તાલુકામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘો ભૂક્કા બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં 4થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.
