આજનું હવામાન : આગામી 5 દિવસ કડાકા ભડાકા સાથે વરસશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વરસાદી માહોલ રહેશે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વરસાદી માહોલ રહેશે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આ તરફ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મેઘ મહેર થવાની સંભાવના છે. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સાબરકાંઠા, પોરબંદર, ખેડા, ગાંધીનગર, ભાવનગર સહિતના 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, અરવલ્લી, ગીર સોમનાથ, મહીસાગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.