Gandhinagar Video : ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો કરવામાં આવ્યો છે. જાણો કોને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 04, 2024 | 4:26 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના,પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળશે. મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

આ ઉપરાંત જાન્યુઆરી 2024 તથા ફેબ્રુઆરી 2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ 2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ 2024ની તફાવતની રકમ ઓગસ્ટ 2024ના પગાર સાથે તેમજ મે અને જૂન 2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર 2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">