Gir Somnath : કોડીનારમાં મેઘરાજાની તોફાની બેટિંગ, જુઓ Video
સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. જેમાં ગીર સોમનાથના કોડીનારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. કોડીનારમાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકયો છે. જેમાં ભારે વરસાદથી ખેતરોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
Gir Somnath :ગુજરાતમાં હવામાન વિભાગની(IMD)આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ(Monsoon 2023)વરસી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. જેમાં ગીર સોમનાથના કોડીનારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. કોડીનારમાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકયો છે. જેમાં ભારે વરસાદથી ખેતરોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. વેરાવળ, તાલાલા અને સુત્રાપાડામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વેરાવળમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં દોઢ ઈંચ અને તાલાળામાં આશરે 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : Gujarat Video:વાવના MLA ગેનીબેન ઠાકોરનાં ભાઈ સામે દારૂના કેસનો મામલો, FSL રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગઇકાલે પણ ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કોડીનાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દેવળી, પીપળી, છારા, કડોદરામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મિતિયાજ, રોણાજ, દુદાણા સહિતના ગામોમાં પણ વરસાદ ખાબક્યો હતો. જે પછી આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ગીરસોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો