Video : ગુજરાતના મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા સરકારનો મોટો નિર્ણય, મહિનામાં એકવાર બેઠક ફરજિયાત, જાણો તેમાં શું ચર્ચા થશે
ગુજરાતના મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જઇ રહી છે. જેના નિવારણ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે તમામ મહાનગરોના કમિશનર તથા શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં મહિનામાં એક વાર બેઠક બોલાવી સમસ્યા અંગે ચર્ચા કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફીક નિવારણ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચારેય મહાનગરોમાં ટ્રાફિકના પ્રશ્નોના નિવારણ માટે મહિનામાં એકવાર બેઠક કરવી ફરજિયાત રહેશે. તમામ મનપાના કમિશનર તથા શહેર પોલીસ વડાની અધ્યક્ષતામાં ફરજિયાત બેઠક યોજવી પડશે. જેમાં ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર, જોખમી અકસ્માતના કારણ તથા નિવારણ માટે ચર્ચા કરવાની રહેશે.
મહાનગરોના બ્લેક પોઇન્ટ તથા ડાઇવર્ઝનના કારણે સર્જાતી સમસ્યા અંગે પણ ચર્ચા કરવાની રહેશે. એક જ પ્રકારની સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિવારણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ દર મહિને રિપોર્ટ ગૃહ વિભાગ તથા શહેરી વિકાસ વિભાગને સોંપવાનો રહેશે.