AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ કરી કિંગ કોહલીને સલામ, IPL 2026 પહેલા રેકોર્ડ શેર કર્યા ‘વિરાટ’ રેકોર્ડ

IPL 2026 શરુ થવાના એક દિવસ પહેલા વિરાટ કોહલીની જોરદાર પ્રશંસા થઈ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે વિરાટ કોહલીના IPL ના રેકોર્ડની એક પોસ્ટ શેર કરી છે.જેમાં વિરાટ કોહલીના પાંચ મોટા રેકોર્ડ સામેલ છે. દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ કરી કિંગ કોહલીને સલામ કરી છે.

Breaking News: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ કરી કિંગ કોહલીને સલામ,  IPL 2026 પહેલા રેકોર્ડ શેર કર્યા 'વિરાટ' રેકોર્ડ
Virat KohliImage Credit source: PTI
| Updated on: Mar 27, 2026 | 8:36 PM
Share

IPL 2026 પહેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં વિરાટ કોહલીના પાંચ IPL રેકોર્ડ્સ વિશે પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ કિંગ કોહલીને સ્વીકારવા માટે મજબૂર થયા છે. તો, ચાલો જાણીએ કે કોહલીના કયા મહાન રેકોર્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીના મહાન રેકોર્ડ્સ

  • પહેલો રેકોર્ડ: વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે અત્યાર સુધીમાં 8661 રન બનાવ્યા છે.
  • બીજો રેકોર્ડ: વિરાટ કોહલીએ એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. 2016 ની IPL માં, વિરાટ કોહલીએ 973 રન બનાવ્યા હતા.
  • ત્રીજો રેકોર્ડ: વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ સદીઓનો રેકોર્ડ પણ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં આઠ સદી ફટકારી છે.
  • ચોથો રેકોર્ડ: વિરાટ કોહલીએ IPL ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે, IPLમાં કોહલીની કુલ 63 અડધી સદી છે.
  • પાંચમો રેકોર્ડ : વિરાટ કોહલીએ મેદાન પર સૌથી વધુ કેચ (117) પકડ્યા છે.

કોહલી IPL 2026 માટે તૈયાર

વિરાટ કોહલી આગામી 2026 ની IPL સિઝન માટે સંપૂર્ણપણે તૈયાર દેખાય છે. સિઝન શરૂ થાય તે પહેલા કોહલીએ પ્રેક્ટિસ મેચોમાં ઉત્તમ ફોર્મ દર્શાવ્યું હતું. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં કોહલીએ 12 બોલમાં 29 અને બીજી મેચમાં 19 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોહલી સંપૂર્ણપણે તૈયાર છે.

કોહલીની IPL કારકિર્દી

વિરાટ કોહલીના IPL કારકિર્દીની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 267 મેચ રમી છે. 259 ઇનિંગ્સમાં કોહલીએ 39.54 ની સરેરાશ અને 132.85 ના સ્ટ્રાઇક રેટથી 8661 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે 8 સદી અને 63 અડધી સદી ફટકારી છે, તેનો બેસ્ટ સ્કોર 113 નોટઆઉટ છે.

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સના આ ત્રણ સ્ટાર ખેલાડીઓની કારકિર્દી IPL 2026 સાથે સમાપ્ત થઈ જશે?

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">