Gujarat Election 2022: લોકશાહીના ઉત્સવમાં મતદાન જાગૃતિ અંગે કરવામાં આવી સિગ્નેચર કેમ્પેઇનની શરૂઆત

મતદાન જાગૃતિ રથમાં  લાગડવામાં આવેલા બોર્ડમાં  નાગરિકો મતદાન (Voting) કરવાની પ્રતિજ્ઞા સાથે હસ્તાક્ષર કરીને મતદાન માટે કટિબદ્ધ થશે.ચૂંટણી પંચ દ્વારા પણ આ ચૂંટણી માટે મહિલા મતદાન કેન્દ્રો, યુવા મતદાન કેન્દ્રો, દિવ્યાંગ અને  વૃદ્ધો માટે પોસ્ટલ બેલેટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી  છે.

Darshal Raval
| Edited By: | Updated on: Nov 16, 2022 | 4:38 PM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  રાજ્યમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને વિવિધ પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી સાર્થક ત્યારે બને છે  જ્યારે મતદારો  યોગ્ય રીતે મતદાન કરવા જાય. કારણ કે લોકશાહીના ઉત્સવમાં એક એક વોટ  કિંમતી હોય છે ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે અમદાવાદમાં જિલ્લા કલેક્ટર  ધવલ પટેલ દ્વારા જાગૃતિ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાત ઇલેકશન 2022 :  વિવિધ જ્ઞાતિ, જાતિના લોકોને  જાગૃત કરશે અવસર રથ

અમદાવાદના મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડૉ.ધવલ પટેલના હસ્તે સિગ્નેચર કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે. કેમ્પેઇનના માધ્યમથી મતદારો કોઈપણ જ્ઞાતિ, જાતિ ધર્મના ભેદભાવ વગર મતદાન કરે તેવો પ્રયાસ કરાશે .આ સાથે દરેક વોર્ડમાં અવસર રથ દોડાવીને અને સિગ્નેચર કેમ્પેઇન કરીને જાગૃતિ લાવવામાં આવશે તથા જાહેર સ્થળો પર સેલ્ફી પોઇન્ટ મૂકીને પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે.

મતદાન જાગૃતિ રથમાં  લાગડવામાં આવેલા બોર્ડમાં  નાગરિકો મતદાન કરવાની પ્રતિજ્ઞા સાથે હસ્તાક્ષર કરીને મતદાન માટે કટિબદ્ધ થશે. ચૂંટણી પંચ દ્વારા પણ આ ચૂંટણી માટે મહિલા મતદાન કેન્દ્રો, યુવા મતદાન કેન્દ્રો, દિવ્યાંગ અને  વૃદ્ધો માટે પોસ્ટલ બેલેટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી  છે.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">