Gujarat Election 2022 : દ્વારકામાં ભાજપ ઉમેદવાર પબુભા માણેકે રાહુલ ગાંધીને સદ્દામ હુસૈન સાથે સરખાવ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચાર ઝુંબેશમાં જોડાયા છે. જેમાં દ્વારકામાં પણ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે પણ જાહેર સભાને સંબોધિત કરી હતી. તેમજ દ્વારકાની જાહેર સભામાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકના કોંગ્રેસ પર આકરા પ્રહારો હતા. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સદ્દામ હુસૈન સાથે સરખાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 10:02 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચાર ઝુંબેશમાં જોડાયા છે. જેમાં દ્વારકામાં પણ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે પણ જાહેર સભાને સંબોધિત કરી હતી. તેમજ દ્વારકાની જાહેર સભામાં ભાજપના ઉમેદવાર પબુભા માણેકના કોંગ્રેસ પર આકરા પ્રહારો હતા. તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સદ્દામ હુસૈન સાથે સરખાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી દાઢી વધારી છે સદામ હુસેન જેવા લાગે છે. તેમણે આ ઉપરાંત મનમોહનસિંહની પણ મજાક ઉડાવી હતી. તેમણે મનમોહનસિંહની ધીમી ભાષામાં ભાષણ કરી મજાક ઉડાવી હતી.

ભાજપને મત આપવા અપીલ કરી હતી

આ પૂર્વે દ્વારકામાં સથવારા સમાજની વાડી ખાતે ભાજપની જાહેર સભામાં બહોળી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં પબુભા માણેકે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસને રાતના ચોર ગણાવ્યા હતા. સભામાં સીએમ યોગી આદિત્યનાથનું દ્વારકાધીશની મૂર્તિ આપી તેમનું સ્વાગત કરાયુ હતુ. તેમને કોંગ્રેસની બી ટિમ તરીકે આપને ગણાવી હતી. આ સભામાં કોંગ્રેસ પર યોગી આદિત્યનાથે આકરા પ્રહારો કર્યા હતા અને તેઓએ ભાજપને મત આપવા અપીલ કરી હતી. આ સભામાં સાસંદ પૂનમ માડમ સહિત મેરામણ ગોરીયા, સાધુ સંતો પણ હાજર રહ્યા હતા.

ખંભાળિયા બેઠક પર જીત મેળવવા ભાજપ  એડીચોટીનું જોર લગાવી રહી છે

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પર જીત મેળવવા ભાજપ   એડીચોટીનું જોર લગાવી રહી છે . ઉત્તરપ્રદેશના મંત્રી એવા સુરેશ રાણા સહિત ભાજપના નેતાઓ દ્વારા ખંભાળિયા બેઠક પરના ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા માટે પ્રચાર કર્યો હતો ખંભાળિયા શહેરમાં આવેલા ભગવતી હોલ ખાતે ઉત્તરપ્રદેશના મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂંગ ની જનસભા નું આયોજન કરાયું હતું જેમાં ભાજપના કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આગામી સમયમાં કોંગ્રેસ પાસેથી ખંભાળિયા ની બેઠક આચકી લઈ ભાજપ નો ભગવો લહેરાય તે માટે જીતનો મંત્ર આપ્યો હતો સાથે જ તમામ લોકો સુધી ભાજપની ભરોસાની સરકાર દ્વારા થયેલા કાર્યો ને લોકો સુધી પહોંચાડવા માં આવે છે ત્યારે 2022 ની ચૂંટણીમાં ખંભાળિયા બેઠક પર ભાજપને બહુમતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">