ભારે કરી..! દેલવાડામાં સરપંચ પદ માટે સાસુ-વહુ સામસામે, જાણો શું છે આ જંગનું કારણ

Gram Panchayat Polls: સોમનાથના દેલવાડામાં સાસુ-વહુ અને વહુ એકબીજા સામે ચૂંટણીમાં ઉતર્યા છે. બંનેનું ચૂંટણીમાં ઉતારવાનું કારણ રોચક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:23 AM

Gram Panchayat Election: સામાન્ય રીતે સાસુ-વહુની નોકઝોક ઘરની ચાર દિવાલ અંદર હોય છે, પરંતુ આ જ તકરાર ચૂંટણીના ચૌરે પહોંચે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે? આવી જ કંઈક પરિસ્થિતિ ગીર સોમનાથના (Gir Somnath) ઉના તાલુકાના દેલવાડા ગામમાં સર્જાઈ છે. દેલવાડા ગામમાં સાસુ-વહુ સામ-સામે જંગે ચડ્યા છે. આ અન્ય કોઈ નહી પરંતુ ચૂંટણી જંગ છે. દેલવાડામાં સરપંચ પદ માટે સાસુ-વહુએ સામ-સામે ઉમેદવારી નોંધાવી છે.

સાસુ અને વહુએ ઉમેદવારી નોંધાવી પોતપોતાનો પ્રચાર પણ શરૂ કરી દિધો છે. ત્યારે ગામના મતદારો વિસામણમાં છે કે સાસુને મત આપવો કે વહુને મત આપવો? સાસુ- વહુ બંને એક સાથે અને એક જ બેઠક માટે ઉમેદવારી નોંધાવવાનું કારણ પણ રોચક છે.

સાસુ જીવીબેન બામણીયાના પતિનું નિધન થયું છે. તેમના પતિની ઈચ્છા હતી કે જીવીબેન ગામનું સુકાન સંભાળે. આથી જીવીબેને સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તેમના વહુ પૂજાબેન બામણીયાના પતિ વિજયભાઇ બામણીયા અગાઉ સરપંચ હતા.

પરંતુ આ ટર્મમાં સરપંચ પદ મહીલાઓ માટે અનામત હોવાથી તેમણે તેમના પત્નિ પૂજાબેનને સરપંચ પદ માટે ચૂંટણી લડવા તૈયાર કર્યા છે. જો કે એક જ પરિવારના બે મહીલાઓ ઉમેદવારી નોંધાવી છે છતા મતદારો પણ મતદાન માટે સ્પષ્ટ છે. મતદારોના જણાવ્યા પ્રમાણે વિકાસ કામને પ્રાધાન્ય આપે તેઓને જ મત આપશે. હાલ તો હવે એ જોવાનું રહ્યું ઘરમાં શાસન ચલાવવા નોકઝોક કરતા સાસુ-વહુ બંનેમાંથી કોના હાથમાં ગામના શાસનની ધૂરા આવશે ?

આ પણ વાંચો: નવસારીની યુવતી પર દુષ્કર્મ અને આપઘાત કેસમાં થઇ શકે છે મોટા ખુલાસા, આજે ઓએસિસ સંસ્થાના સંજીવ શાહની પૂછતાછ

આ પણ વાંચો: Surat : મેટ્રો પ્રોજેક્ટને કારણે થતા ટ્રાફિક જામને નિવારવા ડાયમંડ ફેક્ટરીઓના સમયમાં ફેરફાર કરવા ઉઠી માગ

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">