નવસારીની યુવતી પર દુષ્કર્મ અને આપઘાત કેસમાં થઇ શકે છે મોટા ખુલાસા, આજે ઓએસિસ સંસ્થાના સંજીવ શાહની પૂછતાછ

Vadodara: વડોદરામાં રહેતી મૂળ નવસારીની યુવતીના આપઘાત અને દુષ્કર્મ કેસમાં ઓએસિસ સંસ્થાના સંજીવ શાહની આજે પૂછપરછ કરવામાં આવવાની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 9:51 AM

Vadodara: નવસારીની યુવતી (Navsari Girl) પર દુષ્કર્મ અને આપઘાત (Rape and suicide case) કેસમાં આજે મોટો ખુલાસો થઈ શકે છે. આજે ઓએસિસ સંસ્થાના સંજીવ શાહની કેસ મામલે પૂછતાછ થશે. તો શુક્રવારે પ્રિતી નાયરને અને શનિવારે વૈષ્ણવીને પોલીસે સમન્સ પાઠવ્યુ છે. ભોગ બનનાર પીડિતા પર દુષ્કર્મની થયાની જાણ હોવા છતાં ઓએસિસ સંસ્થાના જવાબદાર વ્યક્તિઓએ ગંભીર બનાવની જાણ કરી ન હતી.

જેથી માહિતી છુપાવાઇ હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે ઓએસિસ સંસ્થાના ફાઉન્ડર મેમ્બર સંજીવ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી પ્રિતી નાયર અને કાર્યકર વૈષ્ણવી ટાપનિયા સામે ગુનો નોંધ્યો છે. તો તેની પુછપરછ કરી પુરાવા એકત્ર કરવાની શરુઆત કરી દીધી છે. જે અંતર્ગત પોલીસે ગુરુવારે સંજીવ શાહને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવ્યા છે અને તેમની ઉંડી પુછપરછ કરાશે.

સંસ્થા પર આરોપ છે કે તેમને દુષ્કર્મની ગંભીર ઘટના અંગે જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી નહોતી કરી અને ગુનાની જાણ હોવા છતાં માહિતી છૂપાવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કર્મનો ભોગ બની હોવાની જાણ યુવતીએ ઓએસિસ સંસ્થાના ટ્રસ્ટ્રીઓ અને સંસ્થામાં કામ કરતી અન્ય છોકરીઓને કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નવસારીની યુવતી પર દુષ્કર્મ-આપઘાત કેસની તપાસમાં FSLનો રિપોર્ટ આવ્યો છે. FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયુ હોવાનું અને શ્વાસ રુંધાવાથી મોત થયાનું FSL રિપોર્ટમાં બહાર આવ્યું છે. રેલવેના DySPએ જણાવ્યુ હતુ કે, યુવતીનું ગળેફાંસો ખાવાથી મોત થયું છે અને અન્ય બીજા પણ રિપોર્ટ આવ્યા બાદ વધારે માહિતી સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: વડોદરા: ઓમિક્રોનના ખતરાને લઈ આરોગ્ય તંત્ર હરકતમાં, ગોત્રી હોસ્પિટલમાં તૈયાર કરાયો વોર્ડ

આ પણ વાંચો: Surat : મેટ્રો પ્રોજેક્ટને કારણે થતા ટ્રાફિક જામને નિવારવા ડાયમંડ ફેક્ટરીઓના સમયમાં ફેરફાર કરવા ઉઠી માગ

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">