19.5.2024

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો 

Pic- Social Media

જયા કિશોરી પ્રખ્યાત કથાકાર છે અને મોટિવેશનલ સ્પીકર પણ છે. તેમના ભજનો અને કથાને કારણે તેમના વીડિયો ખૂબ વાયરલ થાય છે.

તાજેતરમાં જયા કિશોરીનો એક ઈન્ટરવ્યુ ખૂબ જ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેની બહેન સાથે થતા ઝઘડાનો ખુલાસો કર્યો છે.

ઈન્ટરવ્યુમાં પુછવામાં આવ્યુ કે શું તમે તમારી બહેન ચેતના શર્મા સાથે ઝઘડો છો ?

સવાલનો જવાબ આપતા જયા કિશોરીએ જણાવ્યુ કે દુનિયાની દરેક બહેનો નાની વાત માટે એક બીજા સાથે ઝઘડાતી હોય છે.

જયા કિશોરીએ કહ્યું કે મારી નાની બહેન સાથે મોટા ભાગનો ઝઘડો ચંપલ અને કપડાં માટે થતો હોય છે.

દુનિયામાં દરેક મોટી બહેનના કપડાં નાની બહેન પહેરતી હોય છે.

વધુમાં જયા કિશોરીએ જણાવ્યુ કે શોપિંગ કરવા જઈએ ત્યારે ચેતનાને કપડા નથી ગમતા. પરંતુ જ્યારે એ જ કપડા ખરીદીને લાવુ ત્યારે ચેતના લઈલે.

જયા કિશોરીએ જણાવ્યુ કે મારા ખોવાયેલા કપડા અને ચંપલ મારી નાની બહેનના કબાટમાંથી મળે છે.