Mahisagar River Bridge collapse : મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર, જુઓ Video
વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના અંગે PMએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારને 2 લાખની જાહેર કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરાઈ છે.
વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના અંગે PMએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારને 2 લાખની જાહેર કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરાઈ છે. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ્ય થાય તેવી કામના આપી છે. બ્રિજ દુર્ઘટનાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
મૃતકોના આત્માની શાંતિ માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી છે. ઈજાગ્રસ્તોની સારવાર માટે વડોદરા કલોકટરને સૂચના આપી છે. CMએ માર્ગ-મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. બચાવ રાહત કામગીરી માટે સતત તરવૈયા કાર્યરત કરવામાં આવ્યા છે. જો કે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવમાં જોડાઈ હતી. દુર્ઘટનાના કારણોની તપાસ માટે ખાસ ટીમને મોકલાઈ છે.
દુર્ઘટનાના કારણોની તપાસ માટે ખાસ ટીમને મોકલાઈ
આ માટે ચીફ એન્જિનિયર – ડિઝાઇન તથા ચીફ ઇજનેર- સાઉથ ગુજરાત અને પૂલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
