કમોસમી વરસાદને પગલે ખેડૂતોને કરાયા એલર્ટ, ખેડૂતોને માર્કેટયાર્ડમાં અનાજ ન લઇ જવા સૂચના

ખેડૂતો પોતાની જણસ લઇને માર્કેટ યાર્ડમાં વેચાણ માટે પહોંચતા હોય છે. ત્યારે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી જણસ કમોસમી વરસાદના કારણે પલડી ન જાય અને ખેડૂતોને નુકસાન ન જાય તે માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 8:50 AM

હવામાન વિભાગે (Meteorological Department) આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત( North Gujarat)ના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal rains) ની આગાહી કરી છે. કમોસમી વરસાદના પગલે તંત્ર દ્વારા એલર્ટ (Alert) જાહેર કરાયું છે. ખાસ ખેડૂતો (Farmers) અને માર્કેટ યાર્ડ માટે સૂચના જાહેર કરવામાં આવી છે.

શિયાળો હોય કે ઊનાળો કમોસમી વરસાદ વારંવાર ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દેતો હોય છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આ વખતે પણ ખેડૂતોને નુકસાન ન થાય તે માટે પહેલેથી જ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતોનો પાક તૈયાર થઇ ગયેલો છે. ત્યારે ખેડૂતો પોતાની જણસ લઇને માર્કેટ યાર્ડમાં વેચાણ માટે પહોંચતા હોય છે. ત્યારે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલી જણસ કમોસમી વરસાદના કારણે પલડી ન જાય અને ખેડૂતોને નુકસાન ન જાય તે માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા ખેડૂતોને માર્કેટયાર્ડમાં હાલ અનાજ ન લઇ જવા સૂચના આપવામાં આવી છે. સાથે જો ખેડૂતોનો પાક જો માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો હોય તો તેને ઢાંકી દેવા સૂચના આપવામાં આવી છે. જેથી કરીને ખેડૂતોને નુકસાની ન ભોગવવું પડે.

મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી (forecast) મુજબ, 7થી 9 માર્ચ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરાવલી, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો-

નવસારી : સી.આર.પાટીલના હસ્તે ઓક્સિજન મશીનનું લોકાર્પણ, દરેક મિનિટે 250 લીટર ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા

આ પણ વાંચો-

સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝની ફાઈનલ યોજાઈ, વિજતાઓને 1 કરોડના ઇનામોનું વિતરણ કરાયું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">