સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝની ફાઈનલ યોજાઈ, વિજતાઓને 1 કરોડના ઇનામોનું વિતરણ કરાયું

સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝની ફાઈનલ યોજાઈ, વિજતાઓને 1 કરોડના ઇનામોનું વિતરણ કરાયું
Final of Gujarat STEM Quiz held at Science City, 1 crore prizes distributed to the winners

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જોયેલું વિજ્ઞાન આધારિત સમાજનું સપનું વિદ્યાર્થીઓ સાકાર કરી રહ્યા છે. ગુજરાતે આપેલા STEM ક્વિઝનો વિચાર સમગ્ર ભારત અપનાવશે. 5.40 લાખ વિદ્યાર્થીઓ આ કવીઝમાં ભાગ લે એ મોટી વાત છે.

Dipen Padhiyar

| Edited By: Utpal Patel

Mar 06, 2022 | 7:17 PM

Ahmedabad: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (Gujarat Council on Science and Technology)દ્વારા પ્રથમ વખત ગુજરાત STEM ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. 19 ડિસેમ્બર 2021ના રોજ આ ક્વિઝની શરૂઆત થઈ હતી. ક્વિઝમાં ભાગ લેવા માટે ધોરણ 9થી 12ના 5.40 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 26 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી જિલ્લા કક્ષાની ગુજરાત STEM ક્વિઝ યોજાઈ હતી. જિલ્લા કક્ષાની કવીઝમાં વિજેતા થનાર 410 વિદ્યાર્થીઓએ સાયન્સ સીટ ખાતે યોજાયેલ ફાયનલમાં ભાગ લીધો હતો. ગુજરાત STEM ક્વિઝમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 1 કરોડના ઇનામોનું વિતરણ કર્યું હતું. વિજેતા થનાર પ્રથમ ત્રણ ટીમોને ટચ સ્ક્રીન લેપટોપ, અન્ય ત્રણ ટીમોને લેપટોપ તથા ટોપ 2 હજાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા છે.

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ (Education Minister Jitubhai Waghani)જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જોયેલું વિજ્ઞાન આધારિત સમાજનું સપનું વિદ્યાર્થીઓ સાકાર કરી રહ્યા છે. ગુજરાતે આપેલા STEM ક્વિઝનો વિચાર સમગ્ર ભારત અપનાવશે. 5.40 લાખ વિદ્યાર્થીઓ આ કવીઝમાં ભાગ લે એ મોટી વાત છે. આગામી દિવસોમાં કોલેજ કક્ષાએ આ કવીઝનું આયોજન કરવામાં આવશે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અનેકવિધ પહેલ કરવામાં આવી છે. જે પૈકી STEM ક્વિઝ એક છે. તેમણે આ અવસરે જિલ્લા સ્તર સુધી આ પ્રકારની સ્પર્ધા ના આયોજન માટેની કટિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી.

રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરોના 5.40 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો, વડોદરાની ટીમ વિજેતા બની

નોંધપાત્ર બાબત એ છે કે આ ક્વિઝમાં ગુજરાતના વિવિધ બોર્ડ, માધ્યમના ધોરણ 8થી 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાત STEM મોક ટેસ્ટ 19 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવી હતી. ત્યારબાદ 33 જિલ્લા અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ટોચના 10 વિધાર્થીઓની પસંદગી માટે 26 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા કક્ષાની ગુજરાત STEM ક્વિઝ યોજાઈ હતી. થીમેટીક રીતે ડિઝાઇન કરાયેલી આ STEM ક્વિઝનો આરંભ પ્રારંભિક કસોટીમાંથી થયા બાદ 16 વિદ્યાર્થીક એટલે કે 8 ટીમને હોટ સીટ પર આમંત્રિત કરાઇ હતી. જેમાંથી પ્રથમ નંબરે વડોદરાની ટીમ વિજેતા બની હતી.STEM ક્વિઝના ટોચના 16 વિદ્યાર્થીઓને દેશની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકત કરાવવામાં આવશે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુદ્ધ વચ્ચે કહ્યું કે, રશિયન સેના ઓડેસા પર બોમ્બમારો કરવાની તૈયારીમાં છે

આ પણ વાંચોઃ Surendranagar: વઢવાણના ખેડૂતે સુરજમુખીનું સફળ વાવેતર કર્યું, અન્ય પાક માટે પણ ફાયદાકારક, જાણો શું છે ફાયદા?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati