Breaking News : પિતાએ રિક્ષા ચલાવીને દીકરીને ભણાવી, સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત, જુઓ Video
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક મુસાફરોની જિંદગી હોમાઈ છે. આ હતભાગીઓમાં એક હિંમતનગરની 22 વર્ષીય યુવતી પણ સામેલ હતી. જે પહેલી વખત વિમાનમાં બેઠી હતી. તેમની આ પ્રથમ સફર જ મોતની સફર બની ગઈ હતી. પાયલ ખટીક ગરીબ પરિવારમાંથી આવે છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક મુસાફરોની જિંદગી હોમાઈ છે. આ હતભાગીઓમાં એક હિંમતનગરની 22 વર્ષીય યુવતી પણ સામેલ હતી. જે પહેલી વખત વિમાનમાં બેઠી હતી. તેમની આ પ્રથમ સફર જ મોતની સફર બની ગઈ હતી. પાયલ ખટીક ગરીબ પરિવારમાંથી આવે છે. યુવતીના પિતાએ તનતોડ મહેનત કરી હતી. રિક્ષા ચલાવી પોતાની પુત્રીને ભણાવી અને આખરે એ દિવસ આવ્યો કે તેમની પુત્રએ બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વધુ અભ્યાસ માટે લંડનના વિઝા મળ્યા હતા.
પ્લેન ક્રેશમાં હિંમતનગરની યુવતીનું મોત
પાયલ ખટીક સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હતી. ફ્લાઈટ ટેકઓફ થયાની બે મિનિટમાં જ ક્રેશ થયુ અને પરિવારે એક આશાસ્પદ દીકરીને ગુમાવી હતી. વિદેશ જઈને પોતાનું ઘડતર કરવાના સ્વપ્ન આગમાં હોમાઈ ગયા હતા. પાયલના પરિવારજનો હજુ પોતાની દીકરીને વળવાની એરપોર્ટથી નીકળ્યા જ હતા. આ આઘાતજનક સમાચાર આવ્યા છે. વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળી પાયલના પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. પોતાની વ્હાલસોય દીકરીને ગુમાવવાથી પરિજનોની આંખ સુકાતી નથી.
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
