અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવા ટેન્ડર બહાર પડાયું, ઓલમ્પિક 2036ની દાવેદારી મજબુત થશે

અમદાવાદ કોર્પોરેશનના કમિશનર મુકેશ  કુમારે  ટ્વિટ કરીને માહિતી આપી છે.મહત્વનું છે કે, આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે

ઓલિમ્પિક 2036માં અમદાવાદની દાવેદારી વધુ મજબૂત બનશે, કારણે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે અમદાવાદ મનપાએ ટેન્ડર બહાર પાડ્યું છે.નારણપુરામાં આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનવા જઇ રહ્યું છે.આ અંગે AMC કમિશનર મુકેશ  કુમારે  ટ્વિટ કરીને માહિતી આપી છે.મહત્વનું છે કે, આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે.

584 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચે તૈયાર થનારું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ 82 હજાર 507 સ્ક્વેર મીટરમાં સ્પોર્ટ સંકુલ આકાર પામશે…6 ઝોનમાં વહેંચાયેલા આ સ્પોર્ટ્સ સંકુલમાં દોડ, ટેબલ ટેનિસ, ટેનિસ, બેડમિન્ટન, બાસ્ટેક બોલ, સ્વીમીંગ, કબડ્ડી, ટેકવાન્ડો, વોલીબોલ, રેસલીંગ, જીમનીસ્ટીક સહિતની ગેમ માટેની સુવિધા હશે.આ ઉપરાંત આ સંકુલમાં 800 ટુ-વ્હીલર અને 850 ફોર વ્હીલરના પાર્કિંગની સુવિધા રહેશે.

આ પણ  વાંચો : સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટનું આકરું વલણ, પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલા લેવાનું ચાલુ રાખવા તાકીદ

આ પણ વાંચો : ગુજરાત ATSએ દિલ્હીથી 730 કરોડના ડ્રગ્સ સાથે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati