સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટનું આકરું વલણ, પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલા લેવાનું ચાલુ રાખવા તાકીદ

સાબરમતી નદીમાં  પ્રદૂષણ મામલે હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલા લેવાનું શરૂ રાખવા જણાવ્યું છે.

અમદાવાદમાં (Ahmedabad) સુએઝ પાઈપ લાઈનમાં પ્રદૂષિત(Pollution) પાણી છોડતા ઔધોગિક એકમો સામે ગુજરાત હાઇકોર્ટમાં(Highcourt)  કડકાઇભર્યું વલણ યથાવત્ છે.સાબરમતી નદીમાં (Sabarmati River)  પ્રદૂષણ મામલે હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને પ્રદૂષણ ફેલાવતા એકમો સામે પગલા લેવાનું શરૂ રાખવા જણાવ્યું છે.આ અગાઉ ચેમ્બર ઓફ કોમર્સ અને બાદમાં અરવિંદ લિમિટેડ મારફતે કોર્ટ સમક્ષ કોર્પોરેશનની કનેક્શન આપવાની કામગીરી સામે રજૂઆત કરી હતી.

જો કે કોર્ટે કોર્પોરેશનની કામગીરીને યોગ્ય ગણાવી દૂષિત પાણી છોડતા એકમો સામે પોતાની કામગીરી ચાલુ રાખવા માટે રહ્યું છે.સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલ તરફથી અરવિંદ લિમિટેડે ફેક્ટરીના પાણીના સેમ્પલ મૂકવામાં આવ્યા. જેમાં કોર્ટે નોંધ્યું કે આ સેમ્પલમાં મર્ક્યુરી, ક્લોરાઇડ વગેરે જેવા જોખમકારક તત્વો રહેલા છે.કોર્ટે એ પણ ટકોર કરી કે હાલની પ્રદુષણ થકી નર્કાગારની સ્થિતિ ઉભી થઇ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલે કોર્ટ સમક્ષ એ પણ ઉલ્લેખ કર્યો કે અત્યાર સુધી કુલ 131 જેટલા ઔદ્યોગિક એકમના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. હાઇકોર્ટે કોર્પોરેશનની પ્રદુષણ ફેલાવતા એકમો સામે થઈ રહેલી કામગીરીની નોંધ પણ લીધી છે.

આ તરફ વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે કહ્યું કે, AMC દ્વારા ગેરકાયદે કનેક્શન કાપવામાં આવ્યા છે…ઘણી કંપનીઓ ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી સીધું જ છોડતી હોવાનું સામે આવતા કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવતી હોવાનું જતીન પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત ATSએ દિલ્હીથી 730 કરોડના ડ્રગ્સ સાથે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી

આ પણ વાંચો :  સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીના ભાવમાં વધારો કર્યો, ભાવવધારો આજથી જ અમલી

  • Follow us on Facebook

Published On - 11:01 pm, Mon, 29 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati