ગુજરાત ATSએ દિલ્હીથી 730 કરોડના ડ્રગ્સ સાથે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી

પાકિસ્તાન દ્વારા હેરોઇન ઘુસાડવાના કેસમાં ગુજરાત ATSએ દિલ્હીથી નાઇઝેરીયન તથા અન્ય બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 3.25 કરોડના 650 ગ્રામ હેરોઇનનો જથ્થો પકડાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 8:36 PM

AHMEDABAD : ગુજરાત ATSએ દિલ્હીથી 730 કરોડના ડ્રગ્સ સાથે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. પાકિસ્તાન દ્વારા હેરોઇન ઘુસાડવાના કેસમાં ગુજરાત ATSએ દિલ્હીથી નાઇઝેરીયન તથા અન્ય બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 3.25 કરોડના 650 ગ્રામ હેરોઇનનો જથ્થો પકડાયો છે. આરોપીએ દિલ્હીના ઘરમાં હેરોઇન જથ્થો છુપાવી રાખ્યો હતો. ગુજરાત ATS દ્વારા સર્જેરાવ કેશવરાવ ગરડ અને જાબિયર સોઢાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ગુજરાત ATSએ અત્યાર સુધીમાં 730 કરોડ હેરોઇન કબ્જે કરી અને 13 આરોપી ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ આ મહિનામાં જ મોરબીના ઝીંઝુડા ગામમાં 120 કિલો હેરોઈન સાથે 2 ની અટકાયત હતી. આ ડ્રગ્સ 500 થી 600 કરોડ રૂપિયાનું હેરોઈન હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન વિશે વાત કરીએ તો મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG નું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન મોડી રાતે પાર પાડવામાં આવ્યું. જેમાં ડ્રગ્સ સાથે 2 શખ્સોની અટકાયત કરાઈ છે. દ્વારકા બાદ મોરબીમાં ડ્રગ્સ પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મગાવાયું હતું, જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.સામે આવ્યું હતું કે આ હેરોઈન પંજાબ મોકલવાનું હતું.જેથી પોલીસે પંજાબના પાંચ આરોપીઓને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ઉપયોગ ગુજરાતમાં થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : RAJKOT : ઓમિક્રોન વેરિએન્ટને પગલે રાજકોટ સિવિલ સજ્જ, ત્રીજી લહેરની તૈયારીઓ પણ પૂર્ણ

આ પણ વાંચો : GANDHINAGAR : લક્ઝમબર્ગ-ગ્રાન્ડ ડચીના રાજદૂત પેગી ફ્રેન્ટઝેન અને CM ભુપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">