Rain News : છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ બનાસકાંઠા વડગામમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના વડગામમાં 24 કલાકમાં 8.6 ઈંચ વરસાદ વરસ્યો છે.
મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. ઉત્તર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. બનાસકાંઠાના અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠાના વડગામમાં 24 કલાકમાં 8.6 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે મહેસાણાના વિજાપુરમાં 6.3 ઈંચ વરસાદ ખાબક્યો છે.
પાલનપુરમાં 6.1 ઈંચ, દાંતીવાડામાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તાપીના વાલોડમાં 5.63 ઈંચ, સુરતના ઉમરપાડામાં 5.31 ઈંચ વરસાદ ખાબક્યો છે. મળતી માહિતી અનુસાર રાજ્યના 162 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 25 તાલુકામાં 24 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વડાલીમાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.સુરતના મહુવામાં 4.37 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના સુબીરમાં 4.25 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
