Rain News : મેઘરાજાએ કરી તોફાની બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 82 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુત્રાપાડામાં 11 ઈંચ નોંધાયો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જિલ્લાના તમામ વિસ્તોરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જિલ્લાના તમામ વિસ્તોરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં સૌથી વધુ 11.30 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદથી પ્રશ્નાવડા ગામોના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વેરાવળમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કોડીનારમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત તાલાલા અને ઉનામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
સૌથી વધુ વરસાદ સુત્રાપાડામાં નોંધાયો
ઉલ્લેખનીય છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે વેરાવળમાં 5.67 ઈંચ વરસાદ પડ્યો છે. તો ગીરગઢડામાં 4.84 અને વલડાના ઉમરગામમાં 4.72 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ બનાસકાંઠાના ડીસામાં પણ 3 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે 25 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 82 તાલુકાઓમાં વરસાદ નોંધપાત્ર છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
