Video News : ગુજરાતના આ છ જિલ્લામાં તોળાઈ રહ્યું છે ભારે સંકટ, NDRF-SDRF ની ટીમને કરાઈ તહેનાત
ગુજરાતમાં 14-15 જૂનના રોજ Cyclone Biparjoyની સૌથી વધુ અસર જોવા મળશે. કચ્છની આસપાસ ત્રાટકનાર ચક્રાવાત જો વધુ ધમરોળશે તો બનાસકાંઠા અને પાટણ જિલ્લાને પણ પણ અસર કરશે.
ગુજરાત ઉપર ચક્રાવાત Biparjoyનું ભારે સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાને કારણે, સૌરાષ્ટ્ર કચ્છના છ જિલ્લાઓમાં સૌથી વધુ અસર થવાની સંભાવના છે. જેને ધ્યાને લઈને સરકારે આગોતરુ આયોજન કર્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી અને ગીર સોમનાથમાં 14 જૂન-15 જૂનના રોજ ચક્રાવાત Biparjoyની ભારે અસર વર્તાવાની શરૂઆત થશે. આ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
NDRF-SDRF ની ટીમને કરાઈ તહેનાત
વાવાઝોડાને ધ્યાને લઈને, એનડીઆરએફ અને એસડીઆરએફને આ છ જિલ્લામાં તહેનાત કરી દેવાઈ છે. કેટલાક જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પહોચી ગઈ છે. તો બાકીના જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ આવતીકાલ બપોર સુધીમાં પહોચી જશે.
કેન્દ્ર રાજ્ય સરકારની એજન્સીઓ સતર્ક
ગુજરાતમાં રાહત નિયામકે જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓએ આગોતરુ આયોજન કરીને સાવચેતીના પગલા લેવાની શરૂઆત કરી છે.