AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biparjoy Cyclone : વાવાઝોડાનું નામ બિપરજોય કેવી રીતે પાડવામાં આવ્યું, તે ક્યાં તબાહી મચાવશે?

બાંગ્લાદેશે આ ચક્રવાતને બિપરજોય નામ આપ્યું છે. બિપરજોયનો મતલબ થાય છે આપત્તિ. બાંગ્લાદેશે આ ચક્રવાતનું નામ એટલા માટે બિપરજોય રાખ્યું છે કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવતા તમામ ચક્રવાતને આ ક્ષેત્રના દેશો દ્વારા નામ આપવામાં આવ્યું છે.

Biparjoy Cyclone : વાવાઝોડાનું નામ બિપરજોય કેવી રીતે પાડવામાં આવ્યું, તે ક્યાં તબાહી મચાવશે?
Biparjoy Cyclone
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 5:13 PM
Share

ભારતીય હવામાન વિભાગે 12 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત મુંબઈ અને કોંકણ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. હકીકતમાં, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ડીપ-ડિપ્રેશન સર્જાયું હતું, જે હવે તીવ્ર વાવાઝોડામાં (Cyclone) ફેરવાઈ ગયું છે. આ ચક્રવાતી તોફાનને બિપરજોય (Biparjoy) વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું છે.

આ ચક્રવાત દેશમાં આવતા નૈઋત્યના ચોમાસાને અસર કરી શકે છે. કેરળમાં ચોમાસું સમયસર પહોંચી શક્યું નથી. આવી સ્થિતિમાં બિપરજોય વાવાઝોડાએ ચોમસાના સમયસર બેસવાની ચિંતામાં વધુ વધાર્યો છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે, આના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

ચક્રાવાતનું નામ બિપરજોય કેમ રાખવામાં આવ્યું ?

બાંગ્લાદેશે આ ચક્રવાતને બિપરજોય નામ આપ્યું છે. બિપરજોય એટલે આપત્તિ. બાંગ્લાદેશે આ ચક્રવાતનું નામ એટલા માટે બિપરજોય રાખ્યું છે, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવતા તમામ ચક્રવાતને આ ક્ષેત્રના દેશો દ્વારા નામ આપવામાં આવે છે. વાવાઝોડાને નામ આપવાની પધ્ધતિ પહેલાથી જ નક્કી કરાઈ છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીને સ્પર્શતા દેશો વારાફરતી વાવાઝોડાને નામ આપશે. વાવાઝોડાને નામ આપવાની આ પ્રક્રિયા, 2004 થી ચાલી રહી છે. અગાઉ અહીંથી પસાર થતા વાવાઝોડાઓને મોચા, બુલબુલ અને કેટરીના સહીતના નામ આપવામાં આવ્યા હતા. વિશ્વ હવામાન સંસ્થાએ 2020 માં બિપરજોય નામ માન્ય રાખીને સ્વીકાર્યું.

ચક્રવાતને નામ આપવાની પ્રક્રિયા શું છે?

વાસ્તવમાં, આ ચક્રવાતોના નામ પવનની ગતિના આધારે શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે પવન લગભગ 63 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગોળ-ગોળ ફરે છે, ત્યારે આવા વાવાઝોડાને ઉષ્ણકટિબંધીય તોફાન કહેવામાં આવે છે. બીજી તરફ, જ્યારે પવનની ઝડપ 119 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે છે, ત્યારે તેને ઉષ્ણકટિબંધીય વાવાઝોડું કહેવામાં આવે છે. એટલું જ નહીં, જેમ જેમ પવનની ઝડપ વધે છે તેમ તેમ વાવાઝોડાની શ્રેણી પણ 1-5ના સ્કેલ પર વધે છે.

દુનિયાની વાત કરીએ તો સૌથી પહેલા એટલાન્ટિક સમુદ્રની આસપાસના બાકી રહેલા દેશોએ ચક્રવાતને નામ આપવાનું શરૂ કર્યું. અમેરિકાએ ચક્રવાતને નામ આપીને રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું. કેરેબિયન ટાપુઓના લોકો કેથોલિક સંતોના નામ પરથી ચક્રવાતને નામ આપતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન સેનાએ ચક્રવાતને મહિલાઓના નામ પર રાખવાનું શરૂ કર્યું. પરંતુ થોડા સમય પછી આના પર પ્રશ્નો ઉભા થયા, ત્યારબાદ વર્ષ 1978 થી અડધા ચક્રવાતનું નામ પુરુષોના નામ પર રાખવામાં આવ્યું.

વાવાઝોડુ ક્યાં તબાહી મચાવશે?

જો ભારતમાં આ બિપરજોય વાવાઝોડાની અસર વિશે વાત કરીએ તો તેની સૌથી વધુ અસર કોંકણ-ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. અહીં 8 થી 10 જૂન સુધીના સમયગાળામાં દરિયામાં ખૂબ જ ઊંચા મોજા ઉછળતા જોવા મળશે. માછીમારોને દરિયા ખેડવા ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે બિપરજોય વાવાઝોડાને કારણે લક્ષદ્વીપ, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં 8 થી 10 જૂન સુધી વરસાદની આગાહી કરી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">