સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ, બિલખામાંથી પકડાયુ ગેરકાયદે ધમધમતુ સરકારી અનાજનું ગોડાઉન -Video

જુનાગઢમાં અનાજની કાળાબજારી કરનારાઓ બેફામ બન્યા છે. સરકારી અનાજનો જથ્થો ગેરકાયદે રીતે મેળવી સગેવગે કરવાના તો અનેક કિસ્સા સાંભળ્યા હશે પરંતુ આખેઆખુ સરકારી અનાજનું ગેરકાયદે રીતે ગોડાઉન ધમધમતુ હોય તેવુ પ્રથમવાર સામે આવ્યુ છે. વાત છે બિલખઆની જ્યાથી વહીવટી તંત્રએ દરોડાની કામગીરી કરી ગેરકાયદે ધમધમતા સરકારી અનાજનું ગોડાઉન ઝડપ્યુ છે.

| Updated on: Jul 08, 2024 | 1:20 PM

હવે કાળાબજારીયાઓને જાણે સરકારનો કે વહીવટીતંત્રનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવા દશ્યો સામે આવ્યા છે. અનાજની કાળાબજારીના તો અનેક કિસ્સા જોયા હશે પરંતુ આખેઆખુ સરકારી અનાજનું ગોડાઉન ગેરકાયદે રીતે ધમધમતુ હોવાની ઘટના જુનાગઢના બિલખાથી સામે આવી છે. આ ગોડાઉનમાંથી 16 હજાર 900 કિલો અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગોડાઉનમાંથી 7 હજાર 350 કિલો ઘઉં, 1 હજાર 750 કિલો ચોખા ચોખા પકડાયા છે. કૂલ 9.25 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઈમ્તિયાઝ ચોટલિયા ચલાવતો હતો કાળાબજારીનુ રેકેટ

વહીવટી વિભાગે બાતમીને આધારે ગેરકાયદે રીતે ધમધમી રહેલા આ અનાજના ગોડાઉન પર દરોડા કર્યા હતા. આ ગોડાઉન ઈમ્તિયાઝ ચોટલિયા નામનો ઈસમ ચલાવતો હોવાનુ સામે આવ્યુ છે. આ સમગ્ર ઘટનામા જે રેશનકાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનનું અનાજ ગેરકાયદે રીતે વેચી દેતા હોવાનુ જણાશે તેમના રેશનકાર્ડ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજના જથ્થામાં ઘટ સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને કાળાબજારીના રેકેટને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
g clip-path="url(#clip0_868_265)">