Surat : માંગરોળમાં માથાભારે ઈસમોના દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, 400 પોલીસકર્મી તૈનાત, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વાર દાદાનું બુલડોઝર ફર્યું છે. સુરતમાં માંગરોળમાં માથાભારે ઈસમોના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. ઝંખવાવમાં સરકારી જમીન પર કરાયેલા દબાણોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ફરી એક વાર દાદાનું બુલડોઝર ફર્યું છે.સુરતમાં માંગરોળમાં માથાભારે ઈસમોના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. ઝંખવાવમાં સરકારી જમીન પર કરાયેલા દબાણોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. 12 જેટલા માથાભારે શખ્સોએ સરકારી જમીન પર દબાણ કર્યું છે. જેમાં 8 જેટલા લોકો પર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલા છે.
સુરતમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યાં છે. અનિચ્છનિય બનાવ ન બને તે માટે 400 જેટલા પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે માંગરોળમાં માથાભારે ઈસમોના દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. મળતી માહિતી અનુસાર 12 જેટલા માથાભારે શખ્સોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું.
