દીવા તળે અંધારૂ: અમદાવાદના સાણંદના જુવાલમાં રસ્તાના અભાવે થાંભલા પરથી ચાલીને ગામલોકોએ કાઢી અંતિમ યાત્રા- જુઓ Video

અમદાવાદના સાણંદમાં રસ્તાના અભાવે ગ્રામજનો થાંભલા પરથી ચાલીને અંતિમ યાત્રાની નનામી લઈને જતા જોવા મળ્યા. આ ચોંકાવનારા દૃશ્યો સાણંદના જુવાલ ગામેથી સામે આવ્યા છે. રસ્તા પર એટલી હદે કાદવ કિચડ હતુ કે તેના પર ચાલવામાં પણ મોટુ જોખમ ખેડવા જેવુ હતુ.

Sachin Kolte
| Edited By: | Updated on: Aug 09, 2024 | 6:40 PM

સ્માર્ટ અને મેટ્રો સિટી સિટી એટલે અમદાવાદ. પરંતુ ગ્રામ્ય વિસ્તારના વિકાસની વાત હોય તો અમદાવાદને અડીને આવેલા સાણંદના જુવાલ ગામના આ દ્રશ્યો ચોંકાવનારા છે. રસ્તાના વાંકે ગ્રામજનોનો વીજળીના થાંભલા પરથી ચાલીને અંતિમયાત્રા કાઢવી પડે છે. થોડા દિવસ પહેલા, વાલ્મિકી પરિવારના વ્યક્તિનું મૃત્યુ થતા કેનાલ પર મૂકેલા લાઇટના થાંભલા પરથી મહામુસીબતે નનામી લઇ જવાઇ. એટલું જ નહીં, આગળ તો કાદવ અને કીચડનું સામ્રાજ્ય. દ્રશ્યોમાં જોઇ શકાય છે કે, અહીંના ગ્રામજનોને અંતિમયાત્રા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. વ્યક્તિના જીવનના અંતિમમાર્ગે જવા માટે પણ માર્ગ નથી. જેને લઇ ખૂબ હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં તો વાત જ ના પૂછો એટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે.

મહત્વનું છે, જુવાલ ગામે અંતિમયાત્રાના જે દ્રશ્યો આપ જોઇ રહ્યા છો તે 5 ઓગસ્ટના છે અંતિમયાત્રા દરમિયાન સ્વજને વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ત્યારે, સમસ્યા ઉજાગર થઇ. અહીં વાલ્મિકી સમાજના લોકોનું કહેવું છે, કે આ સમસ્યા વર્ષોથી ચાલતી આવી છે. તંત્રને અનેકો વખત રજૂઆત કરી છે છતાં, કોઇ સાંભળવા તૈયાર નથી. રસ્તો બનાવવાની વાતો તો ખૂબ કરવામાં આવી પણ ક્યારેય કોઇ ઉકેલ આવ્યો નહીં.

અંતિમયાત્રાનો વીડિયો જ્યારે મીડિયામાં પ્રસારિત થતા તંત્ર સફાળું જાગ્યું અને ઘટનાની જાણ થતા સાણંદ SDMએ સંબંધિત વિભાગોને સ્થળ પર જઇને તાત્કાલિક કામગીરી કરવા અને સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ આપ્યા.

હવે, જોવાનું રહ્યું કે સાણંદના જુવાલ ગામે સ્મશાન સુધી જવા માટેનો રસ્તો ક્યારે બનાવાશે કે પછી વાયદાઓ કરીને તંત્ર ફરી આંખ આડા કાન કરે છે તે જોવું રહ્યું.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">