AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : રિક્ષામાં શિવરંજનીથી IIM સુધી વેચવા જઈ રહેલા 2 લોકોની કરી ધરપકડ, જુઓ Video

Ahmedabad : રિક્ષામાં શિવરંજનીથી IIM સુધી વેચવા જઈ રહેલા 2 લોકોની કરી ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2025 | 12:18 PM

અમદાવાદમાંથી ફરી એક વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી છે. ડ્રગ્સ વેચવા જતા 2 શખ્સોની SMCએ ધરપકડ કરી છે. 5 લાખથી વધુની કિંમતનું 55 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરાયો છે.

ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો રહે છે. ત્યારે અમદાવાદમાંથી ફરી એક વાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી છે. ડ્રગ્સ વેચવા જતા 2 શખ્સોની SMCએ ધરપકડ કરી છે. 5 લાખથી વધુની કિંમતનું 55 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરાયો છે.

પ્રાપ્તથતી માહિતી અનુસાર શિવરંજનીથી IIM ડ્રગ્સ વેચવા જઈ રહ્યો હતો ત્યારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ડ્રગ્સ, રોકડ અને રીક્ષા મળી 6.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે મતીન ઉર્ફે બાલુ શેખ અને શાહનવાઝ ઉર્ફે અંડાની ધરપકડ કરવામાં આવી છે. અજમલ, બાદશાહ ખાન નામના શખ્સો પાસેથી ડ્રગ્સ ખરીદ્યુ હતું.

એરપોર્ટ પરથી ઝડપાયો હતો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો

બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો.DRIએ 37 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. બેંગકોકથી આવેલા 4 ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજો ઝડપાયો હતો. ખાણીપીણીનાં પેકિંગમાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું.આ અગાઉ 20 એપ્રિલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર 17 કિલોહાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">