Surat : ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય મુસાફરોનો ધસારો, શહેર પોલીસ અને RPFનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ Video
હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પરપ્રાંતિયો ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હોય છે. સુરતમાં દિવાળીને લઈ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે. તહેવાર મનાવવા વતન જવા પરપ્રાંતિય લોકો નીકળ્યા છે.
હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પરપ્રાંતિયો ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હોય છે. સુરતમાં દિવાળીને લઈ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે. તહેવાર મનાવવા વતન જવા પરપ્રાંતિય લોકો નીકળ્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની લાંબી કતાર લાગી છે.
સુરતમાંથી ઉત્તરપ્રદેશ, બિહારના લોકોનો વતન જવા ભારે ધસારો જોવા મળ્યો છે. પ્લેટફોર્મ નંબર 6 પાસે એક કિલોમીટર લાંબી મુસાફરોની લાઈન જોવા મળી છે. મધરાતે 12 વાગ્યાથી લોકો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે. અગવડતા પડતા ટ્રેનોની સંખ્યા વધારવા મુસાફરોની માગ છે. જો કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે RPFનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રેલવે પોલીસની સાથે શહેર પોલીસ પણ સતત ખડેપગે છે.
ગત વર્ષે એક જ દિવસમાં 60 હજારથી વધુ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. તેવી ઘટનાનું ફરીવાર પુનરાવર્તન ન થાય તે માટે રેલવે પોલીસ, RPF સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી છે. શાંતિપૂર્ણ માહોલમાં લોકો પોતાના વતન જઈ શકે તે માટેની વ્યવસ્થાઓ કરાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
