બજરંગ દાસ બાપાના અનન્ય અનુયાયી મનજી બાપાની અંતિમ યાત્રામાં ઉમટ્યુ માનવ મહેરામણ, ગામમાં બે દિવસનો પળાયો સ્વયંભુ બંધ- વીડિયો
ભાવનગર: બગદાણામાં આવેલા સુપ્રસિદ્ધ બજરંગ દાસ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને બજરંગ દાસ બાપાના અનન્ય અનુયાયી એવા મનજી બાપાનો દેહ વિલય થતા તેમના પાર્થિવ દેહના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. બે દિવસ બગદાણામાં સજ્જડ બંધ રાખવામાં આવ્યો છે.
બજરંગદાસ બાપાના અનન્ય અનુયાયી અને બજરંગદાસ બાપુના આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મનજીબાપાનું નિધન થયુ છે. 14 ફેબ્રુઆરીના રોજ મનજીબાપાને હ્રદયરોગનો હુમલો આવતા 85 વર્ષની વયે તેમનુ અવસાન થયુ છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ધરાઈ રોડ પર આવેલી વાડીમાં દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
આજે બપોરના 4 વાગ્યા બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ હતુ,. મનજીબાપાને શ્રદ્ધાંજલિ પાઠવવા સમગ્ર બગદાણા પંથકમાં 2 દિવસનો સ્વયંભુ બંધ પાળવામાં આવ્યો છે. ગામમાં તમામ વેપાર ધંધા બે દિવસ બંધ રહ્યા હતા. ગુરુભક્તથી જાણીતા મનજીબાપાનુ નિધન થતા સમગ્ર બગદાણા સજ્જડ બંધ રહ્યુ હતુ.
મનજી બાપા બજરંગ દાસ બાપાના અનન્ય અનુયાયી હતા અને બજરંગ દાસ બાપાના આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી હતા. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ, સંતો, રાજકીય આગેવાનો તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા. મનજીબાપાનું સમાજ સેવા ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન હતુ. મનજીબાપાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા એક્સ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યુ હતુ કે સમાજસેવા ક્ષેત્રે મનજીબાપાનું યોગદાન હંમેશા યાદ રહેશે.
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
