AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલી : રાજુલાના ચાંચ બંદર વિક્ટર વચ્ચે દરિયાઈ ખાડી પર પુલ બનાવવાની મંજૂરી, ધારાસભ્ય હિરા સોલંકીએ માન્યો સરકારનો આભાર- વીડિયો

અમરેલી : રાજુલાના ચાંચ બંદર વિક્ટર વચ્ચે દરિયાઈ ખાડી પર પુલ બનાવવાની મંજૂરી, ધારાસભ્ય હિરા સોલંકીએ માન્યો સરકારનો આભાર- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2024 | 7:16 PM
Share

અમરેલીના રાજુલાના ચાંચ બંદર વિક્ટર વચ્ચે દરિયાઈ ખાડી પર પુલ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. જેને લઈને અગરિયાઓ અને માછીમારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આઝાદી બાદ પ્રથમવાર અહીં પૂલ બનવા જઈ રહ્યો છે. ત્યારે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હિરા સોલંકીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

અમરેલીના રાજુલાના દરિયા કાંઠે ચાંચબંદર વિકટર વચ્ચે દરિયાઈ ખાડી ઉપર પુલની મંજૂરી મળી ગઇ છે. જેને લઇને અગરિયા અને માછીમારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આઝાદી બાદ પ્રથમવાર ચાંચબંદર દરિયાઈ ખાડી ઉપર પુલ બનવા જઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 71 કરોડના ખર્ચે પુલની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી મળતા રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અભાર વ્યક્ત કર્યો છે.. આ તરફ સ્થાનિકોએ પણ પૂલની મંજૂરી મળતા ફટાકડા ફોડી આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: અંબાજી: ગબ્બર પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે એકસાથે ચાર યાત્રાનો કરાયો પ્રારંભ, મશાલ, ત્રિશુલ, જ્યોત અને પાલખી યાત્રામાં જોડાયા લાખો શ્રદ્ધાળુ- વીડિયો

રાજુલામાં આવેલ ચાંચ બંદર એ ખેરા પટવા સમઢીયાળા અને વિક્ટર સુધીના કાંઠા વિસ્તાર છે. અહીં મોટાભાગે કોળી સમાજની વસ્તી વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. ચાંચ બંદર પર પૂલ ન હોવાને કારણે અહીંના લોકોને જો રાજુલા, મહુવા કે જાફરાબાદ ખરીદી માટે જવુ હોય તો 20 કિલોમીટર ફરીને જવુ પડે છે. તેને લઈને 2022ની વિધાનસભામાં હાલના ધારાસભ્ય હિરા સોલંકીએ ચાંચ બંદર પર પુલ બનાવી આપવાની માગ કરી હતી જે વચન હવે પૂર્ણ થવા જઈ રહ્યુ છે. તાજેતરમાં રાજ્ય સરકારના બજેટમાં ચાંચ બંદર ખાડી પરના પુલ માટે 71 કરોડ ફાળવી મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 15, 2024 07:12 PM
g clip-path="url(#clip0_868_265)">