પાવાગઢ ડુંગર પર જૈન તિર્થકરોની મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે આક્રોશ, વિરોધ પર ઉતર્યો સમાજ, જુઓ-Video
પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ વિકાસના નામે તોડીને કચરામાં ફેકી દેતા હોબાળો મચી ગયો છે. આ અંગે સમારકામ ચાલી રહ્યું હોવાના કારણે મૂર્તિઓ ખસેડવામાં આવી હોવાનું ગાણું ગવાઈ રહ્યું છે.
પંચમહાલમાં આવેલ પાવાગઢ મંદિરમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો છે. મળતી માહિતી મુજબ પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકરોની મૂર્તિઓ વિકાસના નામે તોડીને ફેંકી દેતા હોબાળો મચી ગયો છે. આ અંગે સમારકામ ચાલી રહ્યું હોવાના કારણે મૂર્તિઓ ખસેડવામાં આવી હોવાનું ગાણું ગવાઈ રહ્યું છે.
જૈન તિર્થકરોની મૂર્તિઓ પુન: સ્થાપિત કરવા માગ
ત્યારે આ દરમિયાન જવાના પગથિયા અને પગથિયાનો શેડ હટાવાઈ રહ્યો હતો, ત્યારે આ દરમિયાન દિવાલો પર લાગેલી જૈન તિર્થકરોની મૂર્તિઓ ખંડિત કરી ફેકી દેવામાં આવતા જૈન સમાજ વિરોધ પર ઉતર્યો છે. મોડીરાત્રે પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકઠા થયા હતા અને વિરોધ કરી જૈન તિર્થકરોની મૂર્તિઓને પુન: સ્થાપિત કરવા માગ કરી છે.
પોલીસ સ્ટેશને જૈન સમાજના લોકો થયા એકઠા
પંચમહાલમાં આવેલ પાવાગઢ મહાકાળી માતાના મંદિરમાં જૂના પગથિયાની બાજુમાં લાગેલી હતી. તીર્થકારોની મૂર્તિઓ પગથિયાનું સમારકામ કરતા ખંડિત થઈ હતી. તેમ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મોડી રાત્રે પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકઠા થયા હતા અને હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આવેદનપત્ર આપી મૂર્તિઓ પુન: સ્થાપિત કરવા માગ કરી છે. આ સાથે આવેદનપત્રમાં જૈન સમાજે ભારે નારાજગી દર્શાવી હતી. તેમજ મૂર્તિઓ ખંડિત કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.
પાવાગઢમાં મૂર્તિઓ ખંડિત થવા મુદ્દે ટ્રસ્ટી અશોક પંડ્યાનું હાલ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે “મૂર્તિઓની પવિત્રતા જળવાતી ન હોવાથી દૂર કરાઇ” છે. જૈન સમાજને આ અંગે અગાઉ પણ કહેવાયું હતું. “કોઇને વાંધો હોય તો અમે મૂર્તિઓ પરત મુકવા તૈયાર” તેમજ “જે સીડીઓ છે ત્યાં કોઇની અવરજવર નથી” હોવાનુ જણાવ્યું હતુ.
(ઈનપુટ-નિકુંજ પટેલ)