Surat : નવરાત્રી પહેલા માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીની માગ વધી, જુઓ Video
પરંપરાગત નવરાત્રીમાં માતાજીની ગરબી એટલે કે માટલીનું ઘણું મહત્વ રહ્યું છે. તેથી જ માતાજીની સ્થાપનામાં ગરબીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ખાસ કરીને શેરી મહોલ્લામાં અને મોટાભાગના લોકોના ઘરે માતાજીની ગરબીઓની સ્થાપના કરવામાં આવતી હોય છે.
નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે દરેક જગ્યાએ તડામાર તૈયારીઓ કરવમાં આવી રહી છે. પરંપરાગત નવરાત્રીમાં માતાજીની ગરબી એટલે કે માટલીનું ઘણું મહત્વ રહ્યું છે. તેથી જ માતાજીની સ્થાપનામાં ગરબીની સ્થાપના કરવામાં આવતી હોય છે. ખાસ કરીને શેરી મહોલ્લામાં અને મોટાભાગના લોકોના ઘરે માતાજીની ગરબીઓની સ્થાપના કરવામાં આવતી હોય છે.
માતાજીની ફેન્સી અને ડિઝાઈનર ગરબીની માગ વધી
પહેલાના સમયમાં માતાજીની સાદી માટલીઓની સ્થાપના કરવામાં આવતી હતી. પરંતુ સમય જતાં આ માટલીઓનો ટ્રેન્ડ બદલાયો અને હવે માતાજીની ફેન્સી અને ડિઝાઈનર માટલીઓની સ્થાપના કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે ડેકોરેશનવાળી ગરબીની ડિમાન્ડ વધી છે. જેમાં ખાસ કરીને માતાજીના ચિત્ર પર વિવિધ પ્રકારના વર્ક કરીને તૈયાર કરવામાં આવેલા ડેકોરેટિવ ગરબી મહિલાઓની પહેલી પસંદ બની છે.
Latest Videos
Latest News