AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં દિવસભર મેગા રોડ શો બાદ વેજલપુરમાં અમિત શાહે સંબોધી સભા, તમામ 26 બેઠકો પર કમળ ખીલવવા કરી હાકલ- Video

અમદાવાદમાં પ્રચંડ પ્રચાર બાદ વેજલપુરમાં અમિત શાહે જંગી જનસભા સંબોધી હતી. કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો પર અમિત શાહે આકરા પ્રહાર કર્યા. આ સાથે શાહે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર હેટ્રિક સર્જવા હાકલ કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2024 | 10:20 PM
Share

ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જીતની હેટ્રિક સર્જશે, અને કેટલીક બેઠકો પર તો ભાજપ રેકોર્ડ સર્જશે. અમદાવાદના વેજલપુરમાં જંગી જાહેરસભાને સંબોધિત કરતા અમિત શાહે વ્યક્ત કર્યો પ્રચંડ જીતનો વિશ્વાસ. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર પણ નિશાન સાધ્યું. ગૃહપ્રધાને જણાવ્યું કે વિપક્ષો પાસે કોઇ મુદ્દા જ નથી. તેઓ હારે એટલે EVM પર ઠીકરું ફોડે છે. PM મોદીના નેતૃત્વમાં ભાજપે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી, CAA લાગુ કર્યો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું. 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું સપનું ચોક્કસપણે પૂર્ણ થશે.

શાહે સતત 10 કલાક સુધી કર્યો મેગા રોડ શો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં તેમનુ નામાંકનપત્ર દાખલ કરવાના છે. એ પહેલા તેમણે આજે અમદાવાદમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો, શાહે સવારથી શરૂ કરી કાળઝાળ ગરમી વચ્ચે સતત 10 કલાક સુધી મેગા રોડ શો કર્યો અને શક્તિપ્રદર્શન કર્યુ હતુ. સાણંદમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ અમિત શાહે રાણીપથી બીજા રોડ શો યોજ્યો હતો. જે ઘાટલોડિયા, નારણપુરા થઈને વેજલપુર સુધી યોજાયો હતો. વેજલપુર, જીવરાજપાર્ક પાસે અમિત શાહના સ્વાગતને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. અમિત શાહને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો જીવરાજપાર્ક ક્રોસ રોડ પર જમા થયા હતા. કેસરી સાફા અને ભાજપના ઝંડા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: રાજ્યવાસીઓ આકરી ગરમી સહન કરવા માટે રહેજો તૈયાર, 25 એપ્રિલ સુધી ગરમીમાં ઘટાડો થવાના નથી કોઈ એંધાણ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">