Junagadh: શીલ બંદર પર રહેતા 200થી વધુ લોકોનું સ્થળાંતર, સહકાર પ્રધાન જગદીશ પંચાલે લીધી મુલાકાત, જુઓ Video
જૂનાગઢમાં શીલ બંદર પર રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 200થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. પ્રધાન જગદીશ પંચાલે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી છે. જગદીશ પંચાલે સ્થિતિ અંગે સમીક્ષા કરી લોકોને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી.
Cyclone Biparjoy : જૂનાગઢના (Junagadh) શીલ બંદર પર રહેતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. તંત્રની સૂચના હોવા છતાં નિયમનું પાલન ન કરતા લોકોને લઇ ટીવી નાઇને અહેવાલ પ્રસારીત કર્યો હતો. ટીવી નાઇનના અહેવાલ બાદ અધિકારીઓ દોડતા થયા હતા અને સહકાર મંત્રી જગદીશ પંચાલ શીલ બંદર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. શીલ બંદર ઉપર રહેતા હતા 200થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. સાથે જ સ્થળાંતરીત કરાયેલા લોકોને કોઇ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળાંતર કરનાર લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જગદીશ પંચાલે સૂચના આપી છે.
આ પણ વાંચો : ગુજરાત પર વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે બહાદૂર જવાનો અડીખમ, સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય, જુઓ Video
તો વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આવી રહ્યુ છે. તેમ તેમ ગુજરાતનો દરિયો તોફાની બની રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. પોરબંદર, માંડવી, દેવભૂમિદ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. તો વલસાડ અને સુરતનો દરિયો પણ ગાંડોતૂર બન્યો હતો. દરિયો તોફાની બનતા તંત્ર એલર્ટ બન્યું છે અને દરિયાકિનારે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો