Kutch: ગુજરાત પર વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે બહાદૂર જવાનો અડીખમ, સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય, જુઓ Video
કચ્છમાં વાવાઝોડા સામે પહોંચી વળવા મજબૂત સુરક્ષા-વ્યવસ્થા કરાઇ છે. કચ્છ મિલિટ્રી કેમ્પના સેનાના જવાનોની 3 બટાલિયન સ્ટેન્ડ બાય છે. કુદરતી આફટ સમયે રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે સેનાના જવાનો સજ્જ બન્યા છે.
Kutch: બિપોરજોય વાવાઝોડું (Cyclone Biparjoy) કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. સેનાની આ બટાલિયનો કોઈપણ પ્રકારના રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડવા માટે સજ્જ છે. રાહત અને બચાવકાર્યની સામગ્રી સાથે સેનાના જવાનો વાવાઝોડા સામે પહોંચી વળવા તૈયાર છે.
આ પણ વાંચો : દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 73 સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રોમાં સ્થળાંતરિત કરાઈ, 9 સગર્ભાઓની સફળ પ્રસુતિ
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા કચ્છ પહોંચી સતત પરિસ્થિતિ અંગે ચિતાર મેળવી રહ્યા છે. કચ્છમાં કુલ 6,730 લોકોનું સ્થળાંતર કરાયું છે. 4,509 અગરીયાઓને સલામત સ્થળે ખસેડાયા છે. દરિયાકાંઠે વસતા 2,221 લોકોનું 120 સ્થળોએ સ્થળાંતર કર્વમાં આવ્યું છે. આ સાથે 187 શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. મેડીકલ કીટ સહિતની 1 લાખ ફુડ પેકેટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જિલ્લાભરમાં કુલ 48 સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ રાહત કામગીરીમાં જોડાઈ છે. વાવાઝોડા દરમ્યાન PHC, CHC સેન્ટરો પણ કાર્યરત રહેશે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
