Gandhinagar: વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને પણ રહેવું પડશે ક્વોરન્ટાઈન, કેન્દ્રની ગાઈડલાઈન, જાણો વધુ

Gandhinagar: વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને ક્વોરન્ટાઈન કરાશે તેવી માહિતી સામે આવી છે. ત્યારે UK સહિત 11 દેશમાંથી આવતા મહેમાનોને 7 દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 7:34 AM

Vibrant Gujarat: આવતા મહિને ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Summit 2022) યોજાવાની છે. તો બીજી તરફ ઓમિક્રોનનો ભય પણ તોળાઈ રહ્યું છે. આવામાં વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને 7 દિવસ ક્વૉરન્ટાઈન થવું પડશે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી ઈન્ટરનેશનલ અરાઈવલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેને ધ્યાને લઈને ગાંધીનગર જિલ્લામાં 11 દેશોમાંથી આવતા કોઈપણ નાગરિકને ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ’ના ત્રિ-સૂત્ર સિદ્ધાંત અનુસાર રોગના દર્દીને વહેલામાં વહેલા શોધી સારવાર પર મુકવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

જેમાં યુરોપીયન દેશો સહિત 11 દેશોમાંથી આવતા તમામ નાગરિકોને ભારત સરકારની એસઓપી મુજબ એરપોર્ટના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેમજ ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ્યા બાદ 11 દેશોમાંથી પરત આવેલા નાગરિકોને ફરજિયાત 7 દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઈન થવાનું રહેશે. અને આઠમાં દિવસે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે.

જો ટેસ્ટ નેગેટિવ હોય તો પણ 7 દિવસ સુધી સેલ્ફ મોનિટરિંગ કરવાનું રહેશે. કલેક્ટરના જાહેરનામાની સીધી અસર એક મહિના પછી ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ પર થશે. જેમાં 11 દેશોમાંથી આવતા મહેમાનોને પણ નિયમનું પાલન કરવાનું રહેશે. આ 11 દેશોમાં યુનાઈટેડ કિંગડમ સહિત યુરોપીયન દેશો, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સવાના, ચાઈના, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Omicron: શું સરકાર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને કોવિડ વેક્સિનના વધારાના ડોઝ અપાશે?

આ પણ વાંચો: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ચિંતા વધી, પાંચ રાજ્યોમાં વાયરસ પ્રવેશ્યો, એક દિવસમાં 17 નવા કેસ સામે આવ્યા

Follow Us:
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">