63 વર્ષ પહેલા એક હતા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર, ભાગલા પડ્યા તો મુંબઈ કેમ મહારાષ્ટ્રને મળ્યું, જાણો કારણ
1 મે, 1960ના રોજ, બોમ્બે પ્રદેશને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. મરાઠી અને ગુજરાતી ભાષી લોકો પોતાના માટે અલગ રાજ્યની માંગ કરી રહ્યા હતા. તે સમયે સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ 1956 હેઠળ ઘણા રાજ્યોની રચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત દિવસ બંને એક જ દિવસે ઉજવાય છે. અગાઉ આ રાજ્યો બોમ્બે રાજ્યનો ભાગ હતા.

મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ 1 મેના રોજ ઉજવવામાં આવે છે. બંને રાજ્યોની સ્થાપનાને 64 વર્ષ થઈ ગયા છે. ભારતની આઝાદી સમયે, આ બંને રાજ્યો બોમ્બે ક્ષેત્રનો ભાગ હતા. મહારાષ્ટ્રમાં આ દિવસ મહારાષ્ટ્ર દિવસ તરીકે ઓળખાય છે, જ્યારે ગુજરાતમાં તેને ગુજરાત દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવી રીતે મહારાષ્ટ્ર અને ગુજરાત બોમ્બેથી અલગ થયા મહારાષ્ટ્ર અને ગુજરાતનું અલગ અસ્તિત્વ ન હતું. બંને એક રાજ્ય બોમ્બેનો ભાગ હતા. તે સમયે મરાઠી અને ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા બોમ્બે રાજ્યમાં સૌથી વધુ હતી. બાદમાં આ ભાષાના આધારે અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠવા લાગી. ગુજરાતીઓ પોતાનું અલગ રાજ્ય ઇચ્છતા હતા, જ્યારે મરાઠીઓ પણ અલગ રાજ્યની માંગ કરવા લાગ્યા હતા. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
