Rajkot : લો બોલો ! નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો, જુઓ Video
નકલી અધિકારી અને ઓફિસરો બાદ રાજા પણ નકલી હોવાનો વિવાદ સામે આવ્યો છે. ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહ જાડેજાએ દાવો કર્યો છે.
નકલી અધિકારી અને ઓફિસરો બાદ રાજા પણ નકલી હોવાનો વિવાદ સામે આવ્યો છે. ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહ જાડેજાએ દાવો કર્યો છે. ગોંડલ સ્ટેટના નામે ફરતા યદુવેન્દ્રસિંહ જાડેજા નકલી મહારાજ હોવાનો હિમાંશુસિંહનો આક્ષેપ છે.
અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલન યદુવેન્દ્રસિંહ રાજા ન હોવા છતા હાજર રહ્યા હોવાનો આક્ષેપ છે. નવ પેઢીથી છુટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને ગોંડલના મહારાજ ગણાવતા હોવાનો હિમાંશુસિંહ આરોપ લગાવ્યો છે.
રાજા પણ નકલી હોવાનો દાવો !
બીજી તરફ ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહે યદુવેન્દ્રસિંહના દાવાને ખોટો ગણાવ્યો છે. ગોંડલ સ્ટેટના અસલી મહારાજ હિમાંશુસિંહના પ્રતિનિધિએ ખુલાસો કર્યો છે. પાટીદાર કે કોઈ સંમેલનમાં અથવા કાર્યક્રમમાં ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહ હાજર નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.