Gujarat Election 2022 : અંતિમ ઘડીના પ્રચારમાં અનોખા દ્રશ્ય ! કોંગી નેતા પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓના લીધા આશીર્વાદ
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સવારે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં દિલીપ સંધાણી, પરષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે તેમણે મુલાકાત કરી. એટલુ જ નહીં ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ પણ લીધા.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : પ્રથમ તબક્કા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે અમરેલીમાં અદભૂત રાજકીય દ્રશ્યો જોવા મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સવારે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં દિલીપ સંધાણી, પરષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે તેમણે મુલાકાત કરી. એટલુ જ નહીં ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ પણ લીધા.
ચૂંટણી જંગમાં જોવા મળ્યો ખેલદિલીનો રંગ
ભાવનગર ગ્રામ્ય બેઠક પર રાજકીય ખેલદિલીની ભાવના જોવા મળી હતી. ભાવનગર ગ્રામ્યના કોંગી ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમની ખબરઅંતર પૂછવા ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકીએ માનવતા દાખવીને તેમના કોંગ્રેસના હરિફના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં રાજકારણ તેના સ્થાને છે અને માનવતાની રીત અલગ છે હું અહીં,હું રાજનીતિ કરવા આવ્યો નથી. રેવતસિંહ પહેલા મારો ભાઈ છે , મારી દિલની લાગણી રેવતસિંહ સાથે છે અને ભગવાન તેમને જલ્દીથી સાજા કરે તેવી પ્રાર્થના છે.