Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahakumbh 2025 : CM ભૂપેન્દ્ર પટેલે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી, મહાકુંભની વ્યવસ્થાના કર્યા વખાણ, જુઓ Video

Mahakumbh 2025 : CM ભૂપેન્દ્ર પટેલે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી, મહાકુંભની વ્યવસ્થાના કર્યા વખાણ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2025 | 2:42 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કુંભમેળાની મુલાકાત લીધી છે. મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બડે હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

પ્રયાગરાજમાં કુંભ મેળામાં લોકો દૂર દૂરથી શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે આવતા હોય છે. કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કુંભમેળાની મુલાકાત લીધી છે.

મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બડે હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. જો આ સમગ્ર મુલાકાત દરમિયાન CMએ મહાકુંભની વ્યવસ્થાના વખાણ કર્યા છે. પ્રયારાજમાં CM યોગીએ ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે.

ભૂપેન્દ્ર પટેલ મહાકુંભની વ્યવસ્થાના કર્યા વખાણ

ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલીયનની મુલાકાત પણ મુખ્યમંત્રીએ લીધી હતી.

મુખ્યમંત્રીએ શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાનને ખાસ કરીને સફાઈ-સ્વચ્છતાનું ધ્યાન રાખવા સાથે યાત્રિકોને કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ હોવાના વખાણ કર્યા છે.

g clip-path="url(#clip0_868_265)">