Breaking News : ભાજપનું નગરપાલિકામાં ખાતું ખુલ્યું, સાવલી નપામાં વોર્ડ 1 અને 2માં ભાજપની જીત થઈ
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે.વડોદરાની સાવલી નગર પાલિકા વોર્ડ નં1 અને 2માં ભાજપનું ખાતું ખુલ્યું છે.
આજે રાજ્યમાં લોકશાહીના પર્વનો મહત્વપૂર્ણ દિવસ છે, રાજ્યભરમાં કુલ 9,297 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં 25,579 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 730 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ત્યારે સાવલી નગરપાલિકામાં ભાજપે પોતાનું ખાતું ખોલતા વોર્ડ નંબર 1માં વિજય મેળવ્યો છે, જેના કારણે પક્ષમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ જીત સાથે ભાજપે સ્થાનિક સ્તરે પોતાની હાજરી મજબૂત બનાવવાની શરૂઆત કરી છે અને આગામી બેઠકો માટે પણ પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.
ભાજપનું નગર પાલિકામાં ખાતું ખુલ્યું છે.વડોદરાની સાવલી નગર પાલિકાના વોર્ડ 1માં ભાજપ નો વિજય થયો છે. સાવલી નગર પાલિક વોર્ડ નંબર 2માં પણ ભાજપની જીત થઈ છે.
સાવલી નગર પાલિકા માં ભાજપ નો ભગવો ફરી લહેરાયો
ભાજપ 17
કોંગ્રેસ 03
અપક્ષ 00
કુલ 6 વોર્ડ માં 24 બેઠકો માંથી પાંચ વોર્ડના પરિણામ જાહેર થયા છે.
