સુરતમાં મેઘ તાંડવ ! ગઈકાલે લિંબાયતમાં 2 કલાકમાં 4.50 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરમાં સૌથી વધારે વરસાદ લિંબાયત વિસ્તારમાં પડ્યો છે. ગઈકાલે લિંબાયત વિસ્તારમાં 2 કલાકમાં 4.50 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરમાં સૌથી વધારે વરસાદ લિંબાયત વિસ્તારમાં પડ્યો છે. ગઈકાલે લિંબાયત વિસ્તારમાં 2 કલાકમાં 4.50 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને તો હાલાકીનો સામનો કરવો પડ્યો જ છે. આ સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે.
ધોધમાર વરસાદ પડવાને કારણે લિંબાયતના રાજુનગર પોલીસ ચોકીની સામે આશાનગર જુપડપટ્ટીમાં પાણી ભરાયા છે. જેથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે. લોકોનું બહાર જવુ પણ મુશ્કેલ બન્યું છે.
વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામ
અહીં મહિધરપુરા વિસ્તારમાં પણ વરસાદે ધબધબાટી બોલાવતા પાણી ભરાયા છે. ગલેમંડી દારૂખાના રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા હોવાથી અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે રહીશોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. તો વરાછા ઓવરબ્રિજ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
લિંબાયત વિસ્તારમાં આવેલી રુસ્તમ પાર્ક સોસાયટીમાં વિશાળકાય વૃક્ષ રિક્ષા અને એક છોટાહાથી ટેમ્પો પર પડ્યું હતું. જેના કારણે રિક્ષાને મોટાપ્રમાણમાં નુકસાન પામ્યું છે. જોકે બન્ને વાહનમાં કોઈ સવાર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
