AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગોલ્ડન ડક પર વિકેટ લઈને મયંક યાદવે રચ્યો ઇતિહાસ, આવું કરનાર બન્યો ભારતનો માત્ર બીજો બોલર

મયંક યાદવે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મેચમાં ઇનિંગ્સના પહેલા જ બોલ પર વિકેટ લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારત માટે ત્રણ વખત આ સિદ્ધિ મેળવનાર તે બીજો બોલર બન્યો છે.

Breaking News: ગોલ્ડન ડક પર વિકેટ લઈને મયંક યાદવે રચ્યો ઇતિહાસ, આવું કરનાર બન્યો ભારતનો માત્ર બીજો બોલર
Image Credit source: Getty Images - cricinfo
| Updated on: Jul 26, 2026 | 7:50 PM
Share

ભારતના ‘સ્પીડ ગન’ મયંક યાદવે ઇતિહાસ રચી દીધો છે. તેણે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મેચમાં પહેલા જ બોલ પર બ્રાયન બેનેટની વિકેટ લઈને એક ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ વખત ઇનિંગ્સના પહેલા જ બોલ પર વિકેટ લેનારો ભારતનો માત્ર બીજો બોલર બન્યો છે. મયંકે ઝિમ્બાબ્વે સામેની આ જ સિરીઝમાં 2 વખત આવું કર્યું છે. પ્રથમ T20 મેચમાં પણ ઇનિંગ્સના પહેલા જ બોલ પર તેણે બ્રાયન બેનેટની વિકેટ લીધી હતી. ત્રીજી મેચમાં પણ એ જ દ્રશ્ય ફરી જોવા મળ્યું. આ વખતે પણ ઇનિંગ્સના પહેલા જ બોલ પર મયંકે બ્રાયન બેનેટને પોતાનો શિકાર બનાવ્યો હતો.

મયંક યાદવે રચ્યો ઇતિહાસ

મયંક યાદવ હવે એવો બીજો બોલર છે, જેણે T20 મેચમાં ત્રણ વખત ઇનિંગ્સના પહેલા જ બોલ પર વિકેટ લીધી હોય. તેના પહેલાં માત્ર ભુવનેશ્વર કુમાર જ 3 વખત આવું કરી શક્યા છે. ભુવનેશ્વરે પણ પોતાની કરિયરમાં ત્રણ વખત ઇનિંગ્સના પહેલા બોલ પર વિકેટ લીધી છે. ભારત માટે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ 2-2 વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

T20 માં ઇનિંગ્સના પહેલા બોલ પર વિકેટ (ભારત માટે)

  • 3 વખત – ભુવનેશ્વર કુમાર
  • 3 વખત – મયંક યાદવ
  • 2 વખત – હાર્દિક પંડ્યા
  • 2 વખત – અર્શદીપ સિંહ

મયંક યાદવે ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં 2 વખત ઇનિંગ્સના પહેલા બોલ પર વિકેટ લીધી છે. તેણે સૌથી પહેલીવાર વર્ષ 2024 માં આવું કર્યું હતું. તે વર્ષના ઓક્ટોબર મહિનામાં ભારત-બાંગ્લાદેશ સિરીઝની છેલ્લી T20 મેચમાં બાંગ્લાદેશની ટીમ 298 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. બાંગ્લાદેશની ઇનિંગ્સના પહેલા જ બોલ પર મયંક યાદવે પરવેઝ હુસૈન ઇમોનને આઉટ કરી દીધો હતો.

Breaking News: 16 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીનો ‘વર્લ્ડ રેકોર્ડ’, ઝિમ્બાબ્વે સામે રચી દીધો ‘નવો ઈતિહાસ’

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">