AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 16 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીનો ‘વર્લ્ડ રેકોર્ડ’, ઝિમ્બાબ્વે સામે રચી દીધો ‘નવો ઈતિહાસ’

ભારતીય ક્રિકેટના ઈમર્જિંગ યંગ સ્ટાર વૈભવ સૂર્યવંશીએ ઝિમ્બાબ્વે પ્રવાસ પર પોતાની તોફાની બેટિંગથી ધમાકો મચાવી દીધો છે. વૈભવ સૂર્યવંશીએ એક એવો અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે કે, જે આજ સુધી વિશ્વનો કોઈ પણ પુરુષ ક્રિકેટર કરી શક્યો નથી.

Breaking News: 16 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીનો 'વર્લ્ડ રેકોર્ડ', ઝિમ્બાબ્વે સામે રચી દીધો 'નવો ઈતિહાસ'
Image Credit source: AI Generated
| Updated on: Jul 26, 2026 | 8:50 PM
Share

ભારતીય ક્રિકેટનો નવો સિતારો ‘Vaibhav Sooryavanshi’ આ દિવસોમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ઈતિહાસ રચી રહ્યો છે. તે 16 વર્ષની ઉંમર પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બે અડધી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર પુરુષ ક્રિકેટર બની ગયો છે. અગાઉ મેન્સ ક્રિકેટમાં આ કારનામું કોઈએ કર્યું નથી.

ઝિમ્બાબ્વે સામેની બીજી અને ત્રીજી T20 મેચમાં વૈભવે શાનદાર ફિફ્ટી લગાવી. બીજી મેચમાં તેણે જ્યાં 19 બોલમાં 50 રન બનાવ્યા હતા, ત્યાં જ ત્રીજી મેચમાં ઓપનિંગ કરવા ઉતરેલા વૈભવે 31 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

વૈભવ સૂર્યવંશીએ રચી દીધો ‘ઈતિહાસ’

વૈભવ ત્રીજી T20 માં 81 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની 49 બોલની ઈનિંગમાં તેણે 8 ચોગ્ગા અને 4 છગ્ગા લગાવ્યા. જો કે, તે સદી ફટકારવાનું ચૂકી ગયો. જો તે સદી ફટકારી દેત તો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની જાત અને શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડી દીધો હોત.

ભલે તે સદી ન બનાવી શક્યો પરંતુ આ મેચમાં પોતાની તોફાની બેટિંગથી ટીમ ઈન્ડિયાને જબરદસ્ત શરૂઆત અપાવી. આ રીતે સિરીઝમાં તેના નામે 2 અડધી સદી થઈ ગઈ છે. આ ઈનિંગ સાથે વૈભવે T20 ક્રિકેટમાં પાવરપ્લેમાં 500 રન પણ પૂરા કરી લીધા. નેપાળના કુશાલ મલ્લાએ 15 વર્ષની ઉંમરમાં એક અડધી સદી લગાવી હતી. વૈભવ સૂર્યવંશીએ હવે તે રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

વૈભવ અને ઈશાન કિશને ત્રીજી મેચમાં બીજી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી. જો કે, ઈશાન કિશન 26 બોલમાં 29 રન બનાવીને સિકંદર રઝાના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ભારતે આજની મેચમાં બે ફેરફાર કર્યા. પ્રિન્સ યાદવની જગ્યાએ અશોક શર્મા અને શિવમ દુબેની જગ્યાએ સૂર્યાંશ શેડગેને પ્લેઈંગ-11 માં જગ્યા મળી.

ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 192 રન કર્યા હતા. આ સાથે જ ઝિમ્બાબ્વેને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રન કર્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી રયાન બર્લે 43 બોલમાં અણનમ 54 રન ફટકાર્યા હતા. ભારત તરફથી મયંક યાદવે 4 ઓવરમાં 29 રન આપીને 3 વિકેટ ખેરવી હતી. ટૂંકમાં, ભારતે સિરીઝ 3-0 થી ક્લીન સ્વીપ કરી નાખી છે.

એક પછી એક 3 ખેલાડી ઈજાગ્રસ્ત! ‘કરો યા મરો’ જેવી સિરીઝ પહેલાં જ ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">