Ahmedabad Plane Crash News : પ્લેન ક્રેશની FSL દ્વારા તપાસનો ધમધમાટ, ઘટના સ્થળેથી લીધા પુરાવા, જુઓ Video
અમદાવાદમાં એર ઈન્ડીયા પ્લેન ક્રેશ એક ભયાનક દુર્ઘટના બની હતી. જેમાં 241થી વધુ લોકોના મોત થયા છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
અમદાવાદમાં એર ઈન્ડીયા પ્લેન ક્રેશ એક ભયાનક દુર્ઘટના બની હતી. જેમાં 241થી વધુ લોકોના મોત થયા છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. FSLની ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. બ્લેક બોક્ષ પણ રિકવર કરવામાં આવ્યું છે. જે તપાસમાં મદદરુપ થશે. ઘટનાસ્થળ પરથી મેળવેલા સેમ્પલ્સનું પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
વડા પ્રધાન મોદીએ પરિસ્થિતિની સમીક્ષા કરી
આ દુર્ઘટના બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી અને સમગ્ર ઘટનાક્રમની વિગતવાર માહિતી મેળવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ અને રાહત કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મૃતકોના ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા અંગે પણ માહિતી મેળવી હતી.
સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. મૃતદેહોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, અને સ્વજનોને મૃતદેહો સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દુર્ઘટનાના કારણોની તપાસ માટે વિવિધ એજન્સીઓ અને એવિએશન વિભાગ કામ કરી રહ્યા છે. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે.
