Breaking News : તાપીના ડોલવણમાં આભ ફાટ્યું ! 4 કલાકમાં 6 ઈંચ ખાબક્યો વરસાદ, જુઓ Video
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. ત્યારે તાપીમાં ધોધમાર વરસાદના કારણે વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢમાં સતત વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી સૌથી વધુ ડોલવણ તાલુકો તાલુકો પ્રભાવિત થયો છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યાં છે. ત્યારે તાપીમાં ધોધમાર વરસાદના કારણે વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢમાં સતત વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી સૌથી વધુ ડોલવણ તાલુકો તાલુકો પ્રભાવિત થયો છે. ડોલવણમાં ચાર કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઓલન, અંબિકા, પૂર્ણા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે નદીકાંઠે અવરજવર ન કરવા લોકોને તંત્રએ અપીલ કરી છે. જિલ્લા પંચાયત હસ્તકના 35 રસ્તા બંધ થયા છે. ડોલવણના 21, વાલોડના 7 રસ્તા બંધ કરાયા છે. વ્યારાના 5 અને સોનગઢના 2 રસ્તા બંધ થયા છે.
ભાવનગરમાં વરસ્યો ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભાવનગરમાં મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં શહેર અને ગ્રામ્ય પંથકમાં ફરી વરસાદી માહોલ જોવા મળે છે. સ્ટેશન રોડ, ગાંધીબાગ, ખારજાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જેના કારણે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ત્યારે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
