Breaking news: ભાજપ ઉમેદવાર પસંદગીને લઈ મહત્વપૂર્ણ સમાચાર, સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
Breaking news: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ બની છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ આજે મોડી સાંજથી ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવાની શરૂઆત થશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ બની છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ આજે મોડી સાંજથી ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવાની શરૂઆત થશે.
નગરપાલિકાઓ માટે પાર્ટી સીધી મેન્ડેટ આપવાની તૈયારીમાં
મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે અલગ-અલગ તબક્કામાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. ખાસ કરીને નાની નગરપાલિકાઓ માટે પાર્ટી સીધી મેન્ડેટ આપવાની તૈયારીમાં છે, જેના કારણે સ્થાનિક સ્તરે ઉમેદવારોમાં ઉત્સુકતા વધી છે.
અંતિમ નામો પર મોહર મારવામાં આવશે
સુરત અને રાજકોટ શહેરોને લઈને બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે વડોદરા અંગે ચર્ચા હજુ ચાલુ છે. આ ઉપરાંત અમદાવાદ શહેર અને જિલ્લા માટે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક મળશે, જેમાં અંતિમ નામો પર મોહર મારવામાં આવશે.
ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં જીતની સંભાવના, સ્થાનિક સમીકરણો અને કાર્યકર્તાઓની ભુમિકા જેવા મુદ્દાઓને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ મનપા માટે ખાસ કરીને ઉમેદવારોને અંતિમ દિવસે ફોર્મ ભરવાની તક આપવામાં આવશે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે. તમામ પક્ષો હવે ચૂંટણી માટે સજ્જ થઈ રહ્યા છે.
