AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદના દેત્રોજમાં સેવ ખમણી ખાધા બાદ 60 લોકોની તબિયત લથડી, જુઓ વીડિયો

અમદાવાદના દેત્રોજમાં ખોરાકી ઝેરની અસરની ઘટના સામે આવી છે. ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાધા પછી ગ્રામજનોની તબિયત લથડી હતી. અંદાજે 60 થી વધુ લોકોને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2026 | 11:29 AM
Share

એક બાજુ અમદાવાદ શહેરના ચાંદેખડામાં પરિવારે ખીરું બજારમાંથી લાવી ઢોંસા ખાતા  બે બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો હજુ તો તાજો જ છે, ત્યાં હવે અમદાવાદના દેત્રોજમાં સેવ ખમણી ખાધા બાદ બાદ લોકો બીમારી પડ્યા હોવાની ઘટના સામે આવી છે.  સેવ ખમણી ખાધા બાદ 60 લોકોની તબિયત લથડી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

60થી વધુ લોકોની તબિયત લથડી

અમદાવાદના દેત્રોજના રાજપુરા ગામે ફૂડ પોઈઝનની ઘટના સામે આવી છે. જેમાં ધાર્મિક કાર્યક્રમમાં સેવ-ખમણી ખાધા બાદ ગ્રામજનોને ફૂડ પોઈઝનની અસર થઈ હતી.સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી હતી. લોકોને સેવ-ખમણી ખાધા બાદ ઉલટી-ઉબકાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ કેટલાક લોકોને કડીની ભાગ્યોદય હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાને લઈ દેત્રોજ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.

ડોક્ટરનું કહેવું છે કે, હાલમાં તમામ લોકોની તબિયત સુધારા પર છે. સ્થિતિ કંટ્રોલમાં છે. કોઈની તબિયત ગંભીર હોઈ તેવું લાગી રહ્યું નથી. ડોક્ટરનું કહેવું છે કે, સેવ ખમણી ખાધા બાદ તમામ લોકોની તબિયત લથડી હતી.

અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટુ અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીનાં કિનારે વસેલા અમદાવાદ શહેરની વિશેષતા પણ ખાસ છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">